આજે ગુરૂવારથી મેટ્રો ટ્રેનનો વધુ એક રૂટ શરૂ થશે, વાસણા APMCથી મોટેરા માર્ગ તૈયાર
અમદાવાદઃ શહેરમાં વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનના ફેઝ-1નું લોકાર્પણ કર્યું હતું. ત્યારપછી આજે આ ફેઝ-1નો વધુ એક રૂટ શરૂ થવા જઈ રહ્યો છે. જે વાસણા APMCથી…
ADVERTISEMENT
અમદાવાદઃ શહેરમાં વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનના ફેઝ-1નું લોકાર્પણ કર્યું હતું. ત્યારપછી આજે આ ફેઝ-1નો વધુ એક રૂટ શરૂ થવા જઈ રહ્યો છે. જે વાસણા APMCથી મોટેરા સુધીનો રહેશે. અત્યારે આ રૂટનું તબક્કાવાર પરિક્ષણ અને અન્ય સુવિધાલક્ષી તૈયારીઓ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે PM મોદીએ ફેઝ-1 મેટ્રો પ્રોજેક્ટમાં શરૂ થયેલા રૂટને ગ્રિન સિગ્નલ આપ્યું હતું.
15 સ્ટેશનો આ રૂટ પર આવશે
ઉલ્લેખનીય છે કે મેટ્રો ટ્રેનના ફેઝ-1 પ્રોજેક્ટમાં આજે ગુરૂવારે બીજા રૂટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અમદાવાદ હવે મેટ્રો સિટી બની ગયું છે, જેમાં બીજા રૂટ તરીકે વાસણા APMCથી મોટેરા વચ્ચેનો માર્ગ ખુલ્લો મુકાશે. નોંધનીય છે કે અત્યારે ટેકનિકલ ટીમ અને મેટ્રો વિભાગ દ્વારા આ રૂટનું પરિક્ષણ કરાઈ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે સંપૂર્ણ ફેઝ-1ને લીલીઝંડી આપ્યા પછી 2 ઓક્ટોબરના દિવસે મેટ્રો ટ્રેનનો વસ્ત્રાલથી થલતેજ જતો રૂટ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી બાજુ વાસણા APMCથી મોટેરા સ્ટેડિયમ સુધી કુલ 15 જેટલા સ્ટેશનો વચ્ચે આવશે.
ADVERTISEMENT
ઈન્ટરચેન્જ સ્ટેશન બન્યું આકર્ષણનું કેન્દ્ર
- 15 સ્ટેશનો પૈકી સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર જૂની હાઈકોર્ટનું ઈન્ટરચેન્જ સ્ટેશન છે.
- આ સ્ટેશન પર વસ્ત્રાલથી થલતેજ રૂટ તથા વેજલપુર APMCથી મોટેરા રોડ જોડાતો હોવાથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
40 કિલોમીટરનો હશે મેટ્રોનો પ્રથમ ફેઝ
અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રથમ ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર, દક્ષિણ આ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. આ ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પૂર્વ, પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો વિસ્તારનો છે, આ કોરિડોરમાં થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્કનો સમાવેશ કરવામાં આવ્યા છે, જેમાં 17 સ્ટેશન આવેલા છે, આ કોરિડોર 18.87 કિલોમીટર લાંબો છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ કોરીડોર 18.87 કિલોમીટરનો છે. જે વાસણા એપીએમસીથી લઇને મોટેરા ગામ સુધીનો છે. આ રૂટ ઉપર 15 મેટ્રો સ્ટેશન આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT