PF Withdrawal: ઘરે બેઠા કેવી રીતે ઉપાડવા પીએફના પૈસા? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ADVERTISEMENT

How to Withdraw PF Amount Online
જાણો PF ઉપાડવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ઘરે બેઠા પણ ઉપાડી શકાય છે પીએફના પૈસા

point

ઓનલાઈન પૈસા ઉપાડવાની સરળ રીતો

point

જાણો કેવી રીતે ઉપાડવા પીએફના પૈસા

How to Withdraw PF Amount Online: નોકરી કરતા મોટાભાગના લોકો તેમની નિવૃત્તિ પછી પીએફના પૈસાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. જ્યારે, કેટલાક લોકો તેમની જરૂરિયાતના સમયે પીએફના પૈસા (PF Amount) ઉપાડવાનું પસંદ કરે છે. જો તમે પણ પ્રોવિડન્ટ ફંડના પૈસા ઉપાડવા માંગતા હોવ જે તમારી નિવૃત્તિ પહેલા ખરાબ સમયમાં કામ આવે છે, તો તે મુશ્કેલ નથી. પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફના પૈસા તમે ઓનલાઈન સરળતાથી ઉપાડી શકો છો. 


જો તમે ઇચ્છો તો તમે ઘરે બેઠા જ ઓનલાઈન પીએફના પૈસા (How to Withdraw PF Amount Online) ઉપાડી શકો છો. જો કે, આ માટે તમારે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડની વેબસાઈટ પર જવું પડશે અને ત્યાં ફોર્મ ભર્યા પછી જ તમે પૈસા ઉપાડવા માટે અરજી કરી શકશો.અમે તમને PFના પૈસા ઉપાડવાની ઓનલાઈન રીત જણાવીશું.

EPFO માં કરવું પડશે લૉગિન

- EPFO ના સત્તાવાર પોર્ટલ પર જાવ. 
- EPF એકાઉન્ટમાં લૉગિન કરવા માટે UAN અને પાસવર્ડનો ઉપયોગ કરો.
- લૉગિન ઓથેંટિક કરવા માટે કેપ્ચા દાખલ કરો.

ADVERTISEMENT

PF એકાઉન્ટમાં કેવી રીતે લોગીન કરવું?

- લોગિન પછી ઉપલબ્ધ ઓપ્શન્સમાંથી 'મેનેજ' ટેબ પર ક્લિક કરો.
- આ પછી ‘KYC’ના ઓપ્શન પર ક્લિક કરો. 
- હવે ‘ઓનલાઈન સર્વિસ’ના ઓપ્શનને પસંદ કરો. 

ક્લેમ ફોર્મ ભરો

- કેવાયસી વેરિફિકેશન પછી આગળ વધીને ‘Claim (Form 31, 19 & 10C)'ના વિકલ્પને પસંદ કરો. 
- હવે પેજ પર જોવા મળી રહેલી જાણકારીને વેરીફાઈ કરો. 
- આ દરમિયાન KYC અને એડિશનલ સર્વિસની જાણકારી પણ ચેક કરી લો. 
- આ પછી તમારો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો અને આપેલ વિગતોને કન્ફર્મ કરવા માટે ‘વેરીફાઈ’ વિકલ્પ પસંદ કરો.
- સર્ટિફિકેટ ઓફ અંડરટેકિંગ (Certificate Of Undertaking) પર Agree કરવા માટે Yes નો વિકલ્પ પસંદ કરો. તમને જણાવી દઇયે કે, આ એક મહત્વપૂર્ણ સ્ટેપ છે.
- આગળની પ્રોસેસમાં તમારે તમારા ઓનલાઈન અંડરટેકિંગ સર્ટિફિકેટ માટે 'હા' પસંદ કરવાનું રહેશે, જેમાં કહેવામાં આવ્યું છે કે EPF ક્લેમની રકમ ઉલ્લેખિત બેંક એકાઉન્ટમાં જમાં કરવામાં આવશે.
- હવે ઓનલાઈન ક્લેમ કરવા આગળ વધવા માટે ‘પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ’ (Proceed For Online Claim) પર ક્લિક કરો.વિકલ્પ પસંદ કરો.
- આ પછી ફુલ EPF સેટલમેન્ટ, EPF પાર્ટ વિડ્રોલ અને આવશ્યકતાનુસાર પેન્શન વિડ્રોલ જેવા ઓપ્શન જોવા મળશે, જેમાંથી એક પસંદ કરીને આગળ એપ્લયાય કરી શકો છે.
- પીએમ ક્લેમ ફોર્મમાં ‘I Want To Apply For’ ટેબ પર જાઓ અને તમે કયા પ્રકારનો ક્લેમ કરવા માંગો છો તે દર્શાવો. તમને Full EPF Settlement, EPF Partial Withdrawal (Loan Or advance) અન પેન્શન વિથ્રોલ (Pension Withdrawal) ઉપાડ જેવા વિકલ્પો મળશે.
- હવે એટલી રકમ દાખલ કરો, જેટલાની જરૂર છે. 
- માંગવામાં આવેલા ડોક્યુમેન્ટને અપલોડ કરો. 
- તમારા દ્વારા અરજી કર્યાના 15થી 20 દિવસમાં એકાઉન્ટમાં પૈસા મોકલી દેવામાં આવશે. 

ADVERTISEMENT


બેલેન્સ કેવી રીતે ચેક કરવું?

જો તમે પીએફ બેલેન્સ ચેક કરવા માંગો છો, તો તમે તેને SMS દ્વારા જાણી શકો છો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી EPFOHO UAN દાખલ કરો અને તેને 7738299899 મોબાઈલ નંબર પર મેસેજ મોકલો. આ ઉપરાંત તમે મિસ્ડ કોલ દ્વારા EPFO ​​બેલેન્સ વિશે જાણકારી મેળવી શકો છો. તેના માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 9966044425 મોબાઈલ નંબર પર મિસ્ડ કોલ કરો. થોડીવાર બાદ તમારા મોબાઈલ પર બેલેન્સનો મેસેજ આવી જશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT