પેટ્રોલની કિમત 15 રૂપિયા પ્રતિ લિટર થશે? નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન
ઉદયપુર: એક તરફ પેટ્રોલના ભવ સતત વધી રહ્યા છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થવાના એંધાણ વચ્ચે નીતિન ગડકરીએ મોટું નિવેદન આવ્યું છે. કેન્દ્રીય…
ADVERTISEMENT
ઉદયપુર: એક તરફ પેટ્રોલના ભવ સતત વધી રહ્યા છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થવાના એંધાણ વચ્ચે નીતિન ગડકરીએ મોટું નિવેદન આવ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદયપુરના પ્રતાપગઢમાં પેટ્રોલના ભાવને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે, પેટ્રોલ હવે 15 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ખેડૂત હવે અન્નદાતા નહીં પરંતુ ઉર્જા આપનાર બનશે. આ અમારી સરકારની વિચારસરણી છે. હું ઓગસ્ટમાં ટોયોટા કંપનીના વાહનો લોન્ચ કરી રહ્યો છું. હવે તમામ વાહનો ખેડૂતોએ તૈયાર કરેલા ઇથેનોલ પર ચાલશે.
તો પેટ્રોલની કિમત 15 રૂપિયા પ્રતિ લિટર થશે
ગડકરીએ કહ્યું કે 60 ટકા ઇથેનોલ અને 40 ટકા વીજળી. જો બંનેની એવરેજ પકડાય તો હવે પેટ્રોલની કિંમત 15 રૂપિયા પ્રતિ લીટર થશે. તેમણે કહ્યું કે જો આમ થશે તો જનતાને ફાયદો થશે. આયાત ઓછી થશે. પ્રદૂષણ ઘટશે અને ખેડૂત ખોરાક આપનારમાંથી ઉર્જા આપનાર બનશે. ખેડૂતો એરોપ્લેન માટે પણ ઇંધણ બનાવી રહ્યા છે. આ અમારી સરકારની અજાયબી છે.
કોંગ્રેસ પર કર્યા પ્રહાર
નીતિન ગડકરીએ કહ્યું કે 16 લાખ કરોડ રૂપિયાના ઈંધણની આયાત હવે ખેડૂતોના ઘરે જશે. પાણીપતથી પરલીમાંથી ઇથેનોલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે હવે પરલીમાંથી પણ ડામર તૈયાર થશે. રાજસ્થાનના પ્રતાપગઢમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ગડકરીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.તેમણે કહ્યું કે કોંગ્રેસે આટલા વર્ષો સુધી દેશમાં શાસન કર્યું પરંતુ ગરીબી દૂર થઈ નહીં, જ્યારે તેણે ગરીબી હટાવોનો નારો આપ્યો હતો. પરંતુ આવું ન થયું. હા, એક વાત ચોક્કસ બની કે કોંગ્રેસે પોતાના લોકોની ગરીબી દૂર કરી.
ADVERTISEMENT
રોજગારીને લઈ આપ્યું મહત્વનું નિવેદન
રોજગાર વિશે વાત કરતા ગડકરીએ કહ્યું કે આપણા ઓટોમોબાઈલ ઉદ્યોગનું ટર્નઓવર 7.5 લાખ કરોડનું છે. સાડા ચાર કરોડ યુવાનોને નોકરી મળી છે. તે સરકારને સૌથી વધુ GST ચૂકવતો ઉદ્યોગ છે. અમે નક્કી કર્યું છે કે અમે આ ઉદ્યોગને 15 લાખ કરોડનો બનાવીશું. 10 કરોડ યુવાનોને નોકરી મળશે.
ADVERTISEMENT