વિવાદઃ આ અનોખા સમાજે સી.આર પાટીલ સામે માંડ્યો દાવો, કહ્યું માફી માંગો નહી તો...
Amreli News: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સામે દિવ્યાંગોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
સી.આર.પાટીલ સામે દિવ્યાંગોમાં આક્રોશ
અમરેલી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું
સી.આર પાટીલ માફી માંગે એવી માંગણી કરી
Amreli News: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સામે દિવ્યાંગોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સી.આર પાટીલે દિવ્યાંગને બદલે 'લુલા લંગડા' શબ્દનો પ્રયોગ કરતા દિવ્યાંગો લાલઘુમ થઈ ગયા છે અને સી.આર પાટીલ માફી માંગે એવી માંગણી કરી રહ્યા છે.
કલેક્ટરને પાઠવવામાં આવ્યું આવેદન પત્ર
આજે અમરેલી કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં દિવ્યાંગો એકઠા થયા હતા અને દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું. આ દરમિયાન સી.આર.પાટીલ દિવ્યાંગોની માફી માંગે એવી માંગણી પણ કરવામાં આવી હતી.
સી.આર પાટીલે દિવ્યાંગોનું કર્યું અપમાનઃ ભરત બારોટ
આ દરમિયાન દિવ્યાંગ અધિકાર મંચના પ્રભારી ભરત બારોટે જણાવ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકલાંગો માટે સારામાં સારો શબ્દ 'દિવ્યાંગ' આપ્યો છે, છતાં તેમના જ માણસ એટલે કે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલે 'લૂલા' અને 'બહેરા' શબ્દ વાપરીને દિવ્યાંગોનું અપમાન કર્યું છે.'
ADVERTISEMENT
'માફી નહીં માંગે તો અમે આંદોલન કરીશું'
તેઓએ કહ્યું કે, સી.આર પાટીલે જાહેરમાં દિવ્યાંગોની માફી માંગવી જોઈએ અને આવા શબ્દોનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. આંદોલનની ચીમકી ઉચ્ચારતા ભરત બારોટે કહ્યું કે, સી.આર પાટીલ દ્વારા માફી માંગવામાં નહીં આવે તો અમે ઉપાવાસ આંદોલન કરીશું.
ગઠબંધન પર પાટીલે આપી હતી પ્રતિક્રિયા
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર સી.આર પાટીલે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા 'લુલા લંગડા' શબ્દનો પ્રયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, એક ગામમાં આગ લાગી ત્યારે આંધળા અને લંગડાએ ગઠબંધન કર્યું. આંધળો ચાલે અને લંગડો માથે બેસીને રસ્તો બતાવે અને તેઓ આગથી બચ્યા હતા. ત્યારબાદ બંનેએ મંદિર બહાર ભિક્ષા માગવાનું શરૂ કર્યું અને બંને પૈસા સરખાભાગે વેચતા હતા, પણ એક દિવસ આંધળાને એમ લાગ્યું કે લંગડાનું વજન વધે છે એટલે તે સરખો ભાગ પાડતો નથી. ત્યારબાદ બંનેનું ગઠબંધન તૂટ્યું હતું તેમ આપ અને કોંગ્રેસ બંને દિવાસ્વપ્ન જુએ છે.
ADVERTISEMENT
(ઈનપુુટઃ ફારુક કાદરી, અમરેલી)
ADVERTISEMENT
ADVERTISEMENT