અમરેલીના શહીદ જવાનની અંતિમ યાત્રામાં જનમેદની ઉમટી, ગામમાં શોકનો માહોલ
અમરેલીઃ પશ્ચિમ બંગાળમાં પાણીના ટેન્કરમાં ચકાસણી કરવા જતા અમરેલીના જવાનનું દર્દનાક મોત થયું હતું. અત્યારે તેમનો પાર્થિવ દેહ અમરેલી આવી પહોંચ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે…
ADVERTISEMENT

અમરેલીઃ પશ્ચિમ બંગાળમાં પાણીના ટેન્કરમાં ચકાસણી કરવા જતા અમરેલીના જવાનનું દર્દનાક મોત થયું હતું. અત્યારે તેમનો પાર્થિવ દેહ અમરેલી આવી પહોંચ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સવારે ત્રીપુરા જતી આર્મીની ટ્રેનને સીલીગુડી પાસે ઉભી રાખવામાં આવી હતી. જ્યાં જવાન પાણીના ટેન્કરમાં પાણીનું લેવલ જોવા ગયો હતો. ત્યાં વીજળીના તારનો સંપર્ક ટેન્કર સાથે થતા કરંટ પ્રસરી ગયો હતો. જેમાં અમરેલીના જવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો…જાન લઈને નીકળેલા વરરાજાની ગાડી સામે આવ્યો સિંહ, જાણો પછી શું થયું; વીડિયો વાઈરલ
શહીદ જવાનને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી
શહીદ જવાનનો પાર્થિવ દેહ અત્યારે અમરેલી પહોંચી ગયો છે. અહીં વીરને શ્રદ્ધાંજલી પાઠવવા માટે જનમેદની ઉમટી પડી છે. શહીદ થયેલા જવાન મનીષ મહેતાને 2 દીકરા પણ છે. તેમના પરિવાર પર અત્યારે આભ ફાટ્યું છે. રાજકીય નેતાઓએ પણ વીર જવાનને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો… રાતના સમયે ગામના મકાનમાં આગ લાગી, સ્થાનિકની ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર
નિવાસસ્થાને પાર્થિવ દેહ લવાયો
વિગતો પ્રમાણે વીર જવાનનો પાર્થિવ દેહ અમરેલીમાં તેના નિવાસસ્થાને લવાયો હતો. જ્યાંથી શ્રદ્ધાંજલી પાઠવી શહેરના માર્ગો પર તેમની અંતિમયાત્રા થઈ હતી. જેમાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. લોકોએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી દીધી હતી.
ADVERTISEMENT
With Input: હિરેન રવિયા
ADVERTISEMENT
ADVERTISEMENT