પવન ખેરાએ સ્વીકાર્યું કે કોંગ્રેસને આવ્યો હતો ઘમંડ, જાણો શું કહ્યું
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અંતિમ તૈયારી ચાલી રહી છે. આ દરમિયાન પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે. પવન ખેરાએ જનતાને…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અંતિમ તૈયારી ચાલી રહી છે. આ દરમિયાન પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે. પવન ખેરાએ જનતાને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે લોકોએ અમને પણ ઔકાત બતાવી છે. જ્યારે અમે વધુ ઘમંડમાં આવ્યા હતા ત્યારે લોકો અમને રસ્તા પર લઈ આવ્યા.
પવન ખેરાએ કહ્યું કે લોકો ઔકાત બતાવે છે. પી એમ મોદીની ઔકાત સરદાર પટેલથી વધુ છે? પોતાનું નામ લગાવી દીધું. સરદાર પટેલ સ્ટેડિયમથી સરદાર પટેલનું નામ દૂર કરી પોતાનું નામ લગાવી દીધું તો લોકો બધાને ઔકાત બતાવે છે. લોકો એ અમને પણ ઔકાત બતાવી છે. જ્યારે અમે વધુ ઘમંડમાં આવ્યા હતા ત્યારે લોકોએ અમને પણ ઔકાત બતાવી હતી. રસ્તા પર લઈ આવ્યા.
lસરદાર પટેલ થી ખુદને મોટા સમજે છે
સારું કર્યું લોકો અમને રસ્તા પર લઈ આવ્યા. અમારા સાથે જે થયું એ ખોટું નથી થયું. આ દરેક સાથે થવું જોઈ એ. તેમની સાથે પણ થવું જોઈએ જે પોતાને સરદાર પટેલ થી મોટા સમજી બેસે છે. તો આમાં શું ખોટું છે. સરદાર પટેલથી મોટા છે નરેન્દ્ર મોદી? ગુજરાતની જનતા થી મોદી મોટા થઈ ચૂક્યા છે? અમે બધા અહી છીએ તો ગુજરાત અને હિન્દુસ્તાનના લોકો ના કારણે છીએ. જ્યારે લોકો અમને બહારનો રસ્તો બતાવશે અમારે બહાર જવું જ પડશે. આ વાત તમામને ખબર હોવી જોઈએ .
ADVERTISEMENT
ADVERTISEMENT