પાટીલની રણનીતિ આવી કામ: આઝાદી બાદ આ બેઠકો પર પ્રથમ વખત જીત્યું ભાજપ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. આ દરમિયાન ભાજપે ગુજરાતમાં માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાએ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. આ દરમિયાન ભાજપે ગુજરાતમાં માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાએ 156 બેઠકો પર જીત મેળવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડબ્રેક જીત મેળવી છે. આ વખતે એવી બેઠકો પણ જીતી છે જે આઝાદી પછી ભાજપ ક્યારેય વિજય મેળવ્યું નથી. આવી બેઠકો જીતી વધુ એક રેકોર્ડ ભાજપે પોતના નામે કરી દીધો છે
ભાજપે જીત ન મેળવી હોય તેમા બેઠકો માંથી આવી બેઠક એટલે બોરસદ, મહુધા, ગરબાડા વ્યારા અને ઝઘડીયાનો સમાવેશ થાય છે. આ સાથે ભાજપે માધવસિંહ સોલંકીનો 149 બેઠક જીતવાનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપને 52.5 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 27.3 ટકા મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીને 12.9 ટકા જ મત મળ્યા છે
વ્યારા બેઠક
આઝાદી બાદ પ્રથમવાર વ્યારા બેઠક પર ભાજપે જીત મેળવી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર મોહન કોંકણીનો 22120 મતોથી વિજય થયો છે. આમ આદમી પાર્ટી બીજા અને કોંગ્રેસ ત્રીજા ક્રમે રહ્યું હતું.
ADVERTISEMENT
ઝઘડિયા બેઠક
આ બેઠક પર પણ ભાજપ પ્રથમ વખત જીતવા સફળ રહ્યું છે. ભરુચ જિલ્લાની ઝઘડિયા બેઠક જે 1990થી આદિવાસી નેતા છોટુ વસાવાના કબજામાં હતી. આ વખતે ભાજપના રિતેશ વસાવાનો વિજય થયો છે. ભાજપના રિતેશ વસાવાએ 23500 મતોથી વિજય મેળવ્યો છે.
બોરસદ બેઠક
આ બેઠક પર પણ ભાજપ પ્રથમ વખત જીતવા સફળ રહ્યું છે. આ બેઠક પર ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા અને રાજેન્દ્રસિંહ પરમાર વિજેતા થતાં આવ્યા છે. જ્યારે
ADVERTISEMENT
મહુધા બેઠક
આ બેઠક પર પણ ભાજપ પ્રથમ વખત જીતવા સફળ રહ્યું છે. સંજયસિંહ મહિડા વિજેઠા થયા છે. કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ ઠાકોરને હાર નો સામનો કરવો પડ્યો છે.
ADVERTISEMENT
ગરબાડા બેઠક
આ બેઠક પર પણ ભાજપ પ્રથમ વખત જીતવા સફળ રહ્યું છે. આ બેઠક પર ભાજપના મહેન્દ્ર ભાભોર જીત્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેન બારિયાને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.
ADVERTISEMENT