ગુજરાતમાં જ્ઞાતિવાદના સમીકરણ સામે પાટીલની રણનીતિ રહે છે ચર્ચામાં, જાણો સી. આરની રાજકીય સફર અને વિવાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજકારણના ચાણક્ય સતત બદલાતા રહ્યા, રાજકારણમાં સમય સમયાંતરે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવા ખુબ જ જરૂરી છે. સત્તા પર આવવા જેટલા ધમપછાડા કરીયે છીએ અને જેટલો સમય લાગે તેટલો સમય સત્તા જતા નથી લાગતો. એક ખોટો નિર્ણય અને ખુરશીના અનેક દાવેદારો સામે આવી જાય છે. ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદનું સમીકરણ સતત મોખરે રહ્યું છે પરંતુ નવસારીના સાંસદ પાટીલ માટે જ્ઞાતિવાદનું સમીકરણ જાણે અપવાદ હોય તે રીતે ચૂંટાઈ આવે છે.

સીઆર પાટીલનો જન્મ તા.16 માર્ચ 1955ના રોજ તત્કાલીન બૉમ્બે રાજ્યના જલગાંવ જિલ્લાના એદલાબાદના પીંપરી-અકરાઉત ગામ ખાતે થયો હતો. બૉમ્બે રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત આ બંને રાજ્ય અલગ થયા ત્યારે પાટીલ પરિવાર ગુજરાત  આવ્યા. અહીં દક્ષિણ ગુજરાતની શાળામાં તેમણે પ્રાથમિક અભ્યાસ કર્યો, બાદમાં સુરતમાં ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ( ITI ) માંથી અભ્યાસ કર્યો. અભ્યાસ બાદ પિતાના રસ્તે ચાલી અને . 1975માં પોલીસ કૉંસ્ટેબલ બન્યા. સતત ગેરકાયદે કામોમાં પાટીલનું નામ ચર્ચામાં રહ્યું. 6 વર્ષ માટે પોલીસની નોકરીમાંથી સસ્પેંડ પણ કરવામાં આવ્યા પોલીસની નોકરી જતી રહી તો રાજનીતિમાં પોતાનું કરિયર બનાવવા ડગલાં માંડ્યા.

કાશીરામ રાણાનો હાથ પકડી આવ્યા રાજકારણમા
1989માં પાટીલ ભાજપમાં જોડાયા અને જિલ્લા કક્ષાએ ભાજપના ખજાનચી પણ બન્યા. કાશીરામ રાણાનો હાથ પકડી અને રાજકારણમાં આવનાર સી આર પાટીલની સંસદીય હોદ્દા માટે તેમને 2 દાયકાની રાહ જોવી પડી. ગુજરાતમાં ભાજપમાં પણ ગ્રુપ એક્ટિવ થયા તો બીજી તરફ પાટીલે નરેન્દ્ર મોદીનો હાથ પકડી રાખ્યો. કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી નામનો અલગ પક્ષ બનાવી દીધો અને તેની સાથે કાશીરામ રાણા, ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ જોડાયા હતા. વર્ષ 1995-97 દરમિયાન પાટીલને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જી.આઈ.ડી.સી.) ના – ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત 1998થી 2002 ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ લી (જી.એ.સી.એલ)ના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી હતી.

ADVERTISEMENT

સાંસદ તરીકેની સફર 
2009માં ગુજરાતની લોકસભા બેઠકોનું પુનર્ગઠન થયું, ત્યારે નવસારી બેઠકનું સર્જન થયું, નવસારી બેઠકની પ્રથમ ચૂંટણીના ઉમેદવાર તરીકે ભાજપે સી. આર. પાટીલને મેદાને ઉતાર્યા. કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એન.ડી.એ.નો પરાજય થયો. પરંતુ પાટીલ પ્રથમ વખત લોકસભાના સભ્ય બનવામાં સફળ રહ્યા.

પાટીલની ઓફિસ ISO સર્ટિફાઈડ
2014માં મોદી લહેર દરમિયાન ફરી નવસારી બેઠક પર પાટીલ મેદાને ઉતાર્યા અને 5 લાખ 58 હજાર કરતાં વધુ મતોથી ચૂંટાયા હતા. લીડની દૃષ્ટિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (વડોદરા બેઠક) તથા પૂર્વ સેના અધ્યક્ષ જનરલ વી. કે. સિંહ બાદ દેશમાં ત્રીજા ક્રમે હતા. 2019માં પાટીલ ત્રીજી વખત મેદાને હતા અને આ વખતે તેણે નરેન્દ્ર મોદી અને અમિત શાહથી પણ વધુ લીડ મેળવી હતી. પાટીલ 6 લાખ 89 હજારની લીડથી જીત્યા હતા. આમ પાટીલનું રાજકીય કદ સતત વધી રહ્યું છે. આ સાથે જ સી આર પાટીલનું કાર્યાલય પણ ચર્ચામાં છે. પ્રથમ સાંસદ સભ્ય એવા છે કે જેમની ઓફિસ ISO (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશન) સર્ટિફાઈડ છે.

ADVERTISEMENT

રેમડેસિવિર ઇન્જેક્શન વિવાદ
કોરોનાની બીજી લહેર દરમિયાન લોકો રેમડેસિવિર ઇન્જેક્શન માટે વલખા મારી રહ્યા હતા. ન મળવાના કારણે કાળા બજારમાંથી પણ લઇ અને સારવાર કરતા હતા. આવા સમયે સુરતમાં સંગઠન સ્તરેથી પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની જાહેરાત પણ તેમણે કરી હતી. સામાન્ય નાગરિક માટે એક-એક ઇન્જેક્શન જાણે સ્વર્ગનો રસ્તો ગોતવા બરાબર હતું ત્યારે પાટીલ આટલી મોટી સંખ્યામાં ઇન્જેક્શન કેવી રીતે મેળવી શક્યાં તેવો સવાલ વિપક્ષ, સામાન્ય નાગરિક તથા સ્વૈચ્છિક સંસ્થાઓએ ઉઠાવ્યો હતો. ખુદ તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણી માટે તેનો જવાબ આપવો મુશ્કેલ બની ગયો હતો.

ADVERTISEMENT

જાહેર કાર્યક્રમમાં ભાંગરો વાટ્યો
માધવપુરના મેળાના કાર્યક્રમમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ભાંગરો વાટ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું કહ્યું હતું. આ નિવેદનને લઇને આહીર સમાજમાં નારાજગી જોવા મળી રહી છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રા બંને ભાઈ-બહેન થાય છે. આહીર સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે, ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ભગવાન શ્રીકૃષ્ણની માફી માંગવી જોઈએ. આ માલમે માફી માંગી અને સી આર પાટીલે પોતાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ માટે ક્યારેય તેમનો ઈરાદો ખરાબ ન હતો. માત્ર શરત ચૂકથી નામ લેવામાં ભૂલ થઇ હતી. પરંતુ ભૂલ તે ભૂલ છે જેથી આજે ફરીથી મારા વ્યક્તવ્ય દરમ્યાન થયેલી ભૂલને લઈને કોઈ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાઈ છે તો હું માફી માંગુ છું અને જરૂર અનુકુળતાએ દ્વારકા જઈને દર્શન કરીને પણ માંફી માંગી લઈશ તેવી હું ખાતરી આપું છું. જોકે હજુ પાટીલ દ્વારકા ગયા નથી.

જ્ઞાતિ વાદની રાજનીતિ સામે પાટીલની રણનીતિ
ગુજરાતમાં પાટીલને સુપર સી એમ તરીકે પણ માનવામાં આવે છે. કોરોના મહામારી બાદ અચાનક ગુજરાતના મુખ્યમંત્રી પદ્દ પરથી વિજય રૂપાણીએ રાજીનામુ સોપી દીધું અને ગુજરાતની કમાન ભુપેન્દ્ર પટેલને સોંપવામાં આવી. ભુપેન્દ્ર પટેલની કેબિનેટમાં પણ ફેરફાર થયો એક પણ મંત્રીને રિપીટ કરવામાં ન આવ્યા. આ જોઈ લાગ્યું કે ભાજપમાં ભડકો થશે પરંતુ પાટીલની રણનીતિ સામે ગુજરાતની રાજનીતિના સમીકરણો ટૂંકા પડ્યા. કોઈ પણ જુના મંત્રીની નારાજગી વધુ ના ટકી. નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, કુંવરજીભાઈ બાવળીયા, જવાહર ચાવડા કે પછી જયેશ રાદડિયા આ તમામ નેતાઓના મંત્રી પદ્દ છીનવી લેવામાં આવ્યા છતાં કોઈ મોટો વિવાદ સામે ન આવ્યો. આમ ગુજરાતના રાજકારણના સમીકરણ સામે પાટીલની રણનીતિ કામ આવી.

    follow whatsapp

    ADVERTISEMENT