પાટીલના કોંગ્રેસ પર પ્રહાર કહ્યું, કોંગ્રેસ પ્રાદેશિક પાર્ટી બની ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ ઠાકોર સેનાના સ્નેહમિલનમાં પહોંચ્યા હતા તેમ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ પ્રાદેશિક પાર્ટી બની ગઈ છે.

ચૂંટણી સ્લોગન પર કઈ ટિપ્પણી
કોંગ્રેસના ચૂંટણી સ્લોગન, કોંગ્રેસનું કામ બોલે છે તે બાબતે પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસે બોર્ડ લગાવ્યા છે કે કોંગ્રેસનું કામ બોલે છે. પેઇન્ટરને પૂછ્યું કે, આવું કેમ થયું? તો કહે મારી ભૂલ થઈ ગઈ. હું ભાજપનું કામ કરતો હોઇને. આ વખતે કોંગ્રેસનો કોન્ટ્રાકટ મળી ગયો. મારે લખવાનું હતું કે, કોંગ્રેસના કારનામાં બોલે છે પણ લખાઈ ગયું કામ બોલે છે.

કોંગ્રેસ પ્રાદેશિક પાર્ટી બની ગઈ
ચૂંટણીમાં પરવાર વાદ ફરી ઉછળ્યો છે અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ પ્રાદેશિક પાર્ટી બની ગઈ છે. બાકી તેની પરિવારની પાર્ટી છે, માં, દીકરી જમાઈ અને દીકરો. દીકરો કઈ કરતો નથી જમાઈ બધુ પચાવવા બેઠો છે. આ પરિવાર વાદને આગળના વધારવો હોઇ તો એક પણ મત આ પક્ષને ના જાય તે જોજો. તમામ પાર્ટી પરિવારની પાર્ટી છે પરંતુ ભાજપ આખા દેશની છે. ભાજપ નો પરિવાર દેશ છે.

ADVERTISEMENT

સી.આર.પાટીલનો કેજરીવાલને વળતો જવાબ…
ભારતની ચલણી નોટો પર લક્ષ્મીમાતા અને ગણેશજીનો ફોટો છાપવો જોઈએ એવી કેજરીવાલની માગને લઈને સીઆર પાટીલે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કેજરીવાલ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલે તેમના તથા પંજાબના કાર્યાલયમાંથી મહાત્મા ગાંધીનો ફોટો અત્યારે હટાવી દીધો છે. તેવામાં અત્યારે ચલણી નોટોમાંથી પણ હવે કેજરીવાલ મહાત્મા ગાંધીજીનો ફોટો હટાવી ન લે તેનાથી સાવચેત રહેવું જોઈએ.

    follow whatsapp

    ADVERTISEMENT