આ વખતે ચૂંટણીમાં બહેનોને વધુ ટિકિટ મળે તેવી PM મોદીની વિચારણા: પાટીલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ‘વન-ડે વન ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત બે દિવસ ભાવનગરમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે (CR Patil) લાભાર્થીઓ અને મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં આગામી ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને ટિકિટ આપવા મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું.

મહિલાઓને વધુ ટિકિટ આપશે ભાજપ?
સી.આર પાટીલે કહ્યું કે, એક માત્ર ભાજપે વિધાનસભા અને લોકસભામાં અનેક બહેનોને ટિકિટ આપી અને તેઓ જીત્યા. આ વખતે પણ બહેનોને વધુ ટિકિટ આપવા પર વિચારણા ચાલી રહી છે. મહિલાઓની પ્રગતિ થાય તેવું પ્રધાનમંત્રી ઈચ્છી રહ્યા છે. આ સાથે જ પાટીલે મહિલાઓ માટે સરકારે ઘણી યોજનાઓ પણ જાહેર કરી છે અને આ યોજનાનો લાભ લેવા મહિલાઓને જણાવ્યું હતું.

આ સાથે જ તેમણે જિલ્લા પ્રમુખ સામે ભાજપના જ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખે લગાવેલા ગંભીર આક્ષેપો મામલે હકીકત અને તથ્ય જાણવા માટે તપાસની ખાતરી આપી હતી.

ADVERTISEMENT

ટિકિટ કોને આપવી તે મોદી-શાહ નક્કી કરશે!
નોંધનીય છે કે, તાજેતરમાં જ સી.આર પાટીલે પક્ષના મુખ્ય કાર્યાલય કમલમ અંગે એક ખાસ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાટીલે વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ અંગેનો નિર્ણય તેમના હાથમાં નહીં પરંતુ પીએમ મોદી અને અમિત શાહના હાથમાં હોવાની વાત સૂત્રો દ્વારા મળી હતી. આ ઉપરાંત કોને ટિકિટ આપવી અને કોની ટિકિટ કાપવી જેવી બાબતો દિલ્હીથી જ નક્કી થવાની હોવાનું પાટીલે જણાવ્યું હતું. જેથી પરોક્ષ રીતે તેમણે ચૂંટણીમાં ટિકિટ બાબતે હાથ ઉંચા કરી લીધા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે હવે આ વખતે ભાજપ દ્વારા વધુ મહિલા ઉમેદવારોને ટિકિટ અપાય તો નવાઈ નહીં.

    follow whatsapp

    ADVERTISEMENT