પાટીલે કહ્યું- ઘણા લોકો અમારાથી નારાજ હોવા છતા પણ PM મોદીના નામ પર વોટ આપી દે છે, BJPની રણનીતિ જણાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત ચૂંટણીના સૌથી મોટા રાજકીય મંચ એવા AAJ TAK પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક વાત સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું છે કે ઘણા લોકો અમારાથી નારાજ હોય છે પરંતુ ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીનું નામ પણ અમને ફાયદો કરાવી જાય છે. તેમના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદી જ ભાજપના બ્રહ્માસ્ત્ર છે.

પાટીલે વધુમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદી જ ભાજપના બ્રહ્માસ્ત્ર છે. જો અમે કોઈ ભૂલ પણ કરીએ છીએ તો નરેન્દ્ર મોદીના કારણે જનતા અમને માફ કરી દે છે. આ અમારા માટે એક પ્લસ પોઈન્ટ છે. એમની લોકપ્રિયતા જ એવી છે કે જનતા તેમના હાથ મજબૂત કરવા માટે ભાજપને નરેન્દ્ર મોદીના નામ પર પણ વોટ આપી દે છે. પાર્ટી તરીકે જોવા જઈએ તો આ ઘણું સારું છે.

આ ચૂંટણીમાં બધા રેકોર્ડ તૂટશેઃ સી.આર.પાટીલ
આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તૂટી જવાના છે તે વાત પર પણ ભાજપ પ્રદેશ પ્રમુખે જોર આપ્યું છે. તેમણે કહ્યું હતું કે અમારા પીએમએ કહ્યું છે કે હું મારો જ રેકોર્ડ તોડવા માટે ચૂંટણી લડી રહ્યો છું, તેથી હવે અમે બધા એ જ દિશામાં કામ કરી રહ્યા છીએ. અમે ઘણી બેઠકો જીતવાના છીએ, અમે મહત્તમ મતોથી જીતવાના છીએ. પાટીલે તેમના તરફથી એ નથી જણાવ્યું કે પાર્ટી કેટલી બેઠકો જીતશે, પરંતુ તેમનું માનવું છે કે આ ચૂંટણીમાં જનતા તેનો જૂનો રેકોર્ડ તોડી નાખશે. તેમનો વોટ શેર પણ વધશે અને બેઠકો પણ વધશે.

ADVERTISEMENT

હવે જ્યારે રાહુલ ગાંધી પણ ચૂંટણીની મોસમમાં સક્રિય થવા જઈ રહ્યા છે ત્યારે સીઆર પાટીલ તેને ભાજપ માટે સારું માને છે. તેમણે આ અંગે કહ્યું કે રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો યાત્રા પર છે. સારી વાત છે, તેનાથી તેમને થોડી શક્તિ મળી હશે. ગુજરાત આવવા દો. કોઈપણ રીતે તેમને પ્રમોટ કરવામાં અમારા માટે સારું જ છે.

ભાજપમાં બળવાનો ખતરો શું?
આ સમયે ભાજપમાં બળવો પણ ઘણો વધી ગયો છે, જે નેતાઓને ટિકિટ ન મળી તેઓ નારાજ જોવા મળી રહ્યા છે. આ અંગે સીઆર પાટીલે સ્પષ્ટ કહ્યું છે કે તેમની તરફથી કોઈ ઉમેદવાર માટે કોઈ ભલામણ કરવામાં આવી નથી.

આ વિશે પાટીલે વધુમાં કહ્યું કે હું કોઈની ટિકિટ કાપવાની વિનંતી નહીં કરું, મેં પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું. મેં કોઈ નામની ભલામણ કરી નથી, મને જે પણ સીટ મળે છે, મારું કામ માત્ર તેને જીતાડવાનું છે. મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે હું કોઈના નામની ભલામણ કરવાનો નથી.

    follow whatsapp

    ADVERTISEMENT