ભાજપમાં બળવા અને નારાજગી અંગે પાટીલે આપ્યું મોટું નિવેદન
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આદે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપે ઉમેદવારોની પસંદગીને લઈને કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે દાવેદારોની નારાજગી અંગે પાટીલે…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આદે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપે ઉમેદવારોની પસંદગીને લઈને કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે દાવેદારોની નારાજગી અંગે પાટીલે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, જેમને ટિકિટ નહીં મળે તે ભાજપ માટે કામ કરશે. આ ભાજપ છે કોંગ્રેસ નહીં
અમારા માટે પોઝિટિવ નિશાની
ઉમેદવારોમાં ઘટાડો થાય તે અમારી માટે ચિંતાનો વિષય છે. ભાજપની જીતવાની શક્યતાઓ છે તેના કારણે સ્વાભાવિક પણે ઉમેદવારો વધુ સંખ્યામાં આવે તે તેમનો અધિકાર છે. તે આવવા જ જોઈએ. તે અમારા માટે પોઝિટિવ નિશાની છે.
આ ભાજપ છે કોંગ્રેસ નહીં
સી આર પાટીલને ઉમેદવારોની નારાજગી અંગે પૂછતાં તેમણે કહ્યું કે, જેમને ટિકિટ નહીં મળે તે ભાજપ માટે કામ કરશે. આ ભાજપ છે કોંગ્રેસ નથી. ભાજપ સરકાર ફરી એકવાર આવશે. આ વખતે ભાજપ પાર્ટી રેકોર્ડ સ્થાપવા લડી રહી છે. આ વખત ગુજરાતમાં રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતીશું. 2022માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો રેકોર્ડબ્રેક લીડ સાથે જીતે તેવો આજે સંકલ્પ લેવાનો છે. ભારતીય જનતા પાર્ટી ક્યારે ખાલી વચન આપતી નથી જે કહે છે એ વચન પૂર્ણ કરે છે.
ADVERTISEMENT
આવતી કાલે પૂર્ણ થશે સેન્સ પ્રક્રિયા
આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. 29 ઓક્ટોબર 2022 સુધી રાજ્યના તમામ જીલ્લાઓમાં ભાજપના નિરીક્ષકો પ્રવાસ કરશે. આ નિરીક્ષકોની ટીમ દરેક જીલ્લાઓમાં વસતા પ્રદેશના પદાધિકારીઓ તેમજ જીલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતાં કાર્યકર્તાઓ તથા ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકર્તાઓને મળશે અને તેમને સાંભળશે. ઉમેદવાર નક્કી કરવા ભાજપ 3-3 નિરીક્ષકોની પ્રત્યેક વિધાનસભા બેઠકમાં નિમણૂંક કરવામાં આવી છે. 3 દિવસ સુધી નિરીક્ષકો ગ્રાઉન્ડમાં રહી ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પ્રત્યેક વિધાનસભાના નામો પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે.
ADVERTISEMENT