જય નારાયણ વ્યાસના રાજીનામા અંગે પાટીલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતની ચૂંટણીમાં હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળશે એ નક્કી છે. ચૂંટણી નજીક…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતની ચૂંટણીમાં હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળશે એ નક્કી છે. ચૂંટણી નજીક આવતા જ તોડજોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે જય નારાયણ વ્યસના રાજીનામાં અંગે પાટીલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપે 75 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો. તેમના રાજીનામા પાછળનું કારણ હોઈ શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતની ચૂંટણી જીતવા તમામ રાજકીય પક્ષો એડીચોંટીનું જોર લગાવી રહયા છે. આ ચૂંટણી માટે તોડજોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતા જય નારાયણ વ્યાસના રાજીનામા અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, તેઓ 32 વર્ષ સુધી ભાજપ સાથે હતા અને છેલ્લા 10 વર્ષમાં તેઓ બે વખત ચૂંટણી હારી ગયા છતાં ભાજપે તેમને ટિકિટ આપી. ભાજપે 75 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો. તેમના રાજીનામા પાછળનું કારણ હોઈ શકે છે.
જય નારાયણ વ્યાસે જાણો શું કહ્યું રાજીનામામાં
જય નારાયણ વ્યાસે રાજીનામું આપતા કહ્યું કે, કેટલાક વ્યક્તિગત કારણોસર હું ભાજપના સક્રિય સભ્ય પદેથી આ સાથે રાજીનામું આપું છું. સાથોસાથ પ્રાથમિક સભ્ય પદ પરથી પણ હું રાજીનામું આપું છું. 1990 થી આજદિન સુધી ભાજપના કાર્યકર તરીકે મને અનેક મિત્રોનો સાથ મળ્યો અને સહકાર મળ્યો છે. મારા જીવનના ત્રણ દાયકા કરતાં વધારે સમય ભાજપમાં કામ કરતાં ગુજરાત હિતમાં અને પાર્ટીના આદર્શો મુજબ સતત કાર્યરત રહ્યો છું. જેના આપ સાક્ષી છો. આજે એ જ સદભાવના અને શુભેચ્છા સાથે પાર્ટી માંથી વિદાય લઉં છું. ત્યારે મારુ રાજીનામું આપ સ્વીકારશો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT