પાટીલે મતદાનની ટકાવારી ઘટવાનું કારણ જણાવ્યું! અન્ય પાર્ટીઓ પર લગાવ્યા આક્ષેપ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતા સી.આર.પાટીલે મતદાન પૂર્ણ થયા પછી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આ દરમિયાન મતદાનની ટકાવારી મુદ્દે નિવેદન આપ્યું હતું. તથા આની સાથે આમ આદમી પાર્ટી ખાતુ પણ નહીં ખોલાવી શકે એવો દાવો કર્યો હતો. જોકે આ દરમિયાન ઓછું મતદાન થયું એ મુદ્દે સી.આર.પાટીલે અન્ય પાર્ટીઓ પર આક્ષેપો લગાવ્યા હતા. ચલો પ્રેસ કોન્ફરન્સમાં સી.આર.પાટીલના નિવેદન પર નજર કરીએ….

સી.આર.પાટીલે પત્રકાર પરિષદમાં કહ્યું કે ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓની કામગીરી સારી રહી છે, એટલે ભાજપનુ પલડુ ભારે જોવા મળી રહ્યું છે. ગત વખતે ટકાવારી વધુ હતી, પરંતુ કુલ મતદાતા વધવાના કારણે અહીં ઓછુ દેખાઈ રહ્યું હોય એમ બની શકે છે. પેજ કમિટિના કાર્યકર્તાઓએ જેવી રીતે મતદાન કરાવ્યું એ પણ સારુ રહ્યું છે. આખી પ્રક્રિયામાં પેજ કિમિટીનુ કામ નોંધપાત્ર રીતે પ્રશંસનીય રહ્યું છે.

અન્ય પાર્ટીઓ પર પાટીલના પ્રહારો..
સી.આર.પાટીલે કહ્યું કે ઓછા મતદાનની વાત કરીએ તો ભાજપે તમામ જનતાને લોકશાહીના પર્વમાં કિમતી મતનું મુલ્ય સમજાવવા પોતાનું શ્રેષ્ઠ આપ્યું હતું. પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો અન્ય પાર્ટીઓ મતદાતાઓને બૂથ સુધી લઈ જવા સક્ષમ ન રહ્યા. તેઓ એવું કોઈ આકર્ષણ ઉભુ ન કરી શક્યા જેનાથી લોકો વધુને વધુ પ્રમાણમાં મત આપવા જાય. જે લોકો મત આપવા નથી આવ્યા તેઓ અન્ય પાર્ટીથી નિરાશ હોવાનો દાવો પણ સી.આર.પાટીલે કર્યો હતો.

ટોટલ વોટિંગ વધ્યું છે- સી.આર.પાટીલ
વોટિંગ ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો હોવાના મુદ્દે સી.આર.પાટીલે કહ્યું કે આપણે એ પણ જોવુ પડશે કે 2017 કરતા વધારે ટોટલ વોટિંગ થયું છે. પહેલા ફેઝમાં 10 લાખ વોટ વધારે પડ્યા હતા. એવરેજ દરેક બેઠક પર વધારે મતદાન થયું છે. જોકે હજુ બીજા તબક્કાના મતદાનના સત્તાવાર આંકડા આવવાનાં બાકી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT