પાટીલે વડાપ્રધાન મોદીની સરખામણી કરી ભૂવા સાથે, જાણો શું કહ્યું

ADVERTISEMENT

patil
patil
social share
google news

અમદાવાદ: ચૂંટણીને લઈ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજ્યમાં રાજકીય સભાઓ સતત ગુંજી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે.  ત્યારે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે પાટણની મુલાકાત લીધી હતી. સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારના કાકોશી ચોકડીએથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીનો રોડ શો યોજાયો હતો. રોડ શો બાદ તેમણે સભા સંબોધી હતી. પાટીલે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી ભૂવા સાથે કરી છે. તેમણે કહ્યુ કે,ભૂવા ધુણે તો નાળિયર પોતાના ઘર તરફ નાખે

ભૂવા ધુણે તો નાળિયર પોતાના ઘર તરફ નાખે
પાટણ ખાતે એક જાહેર કાર્યક્રમમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ પહોંચ્યા હતા. જેમાં સીઆર પાટીલે નરેન્દ્ર મોદીને મોટા ભુવા ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે,ભૂવા ધુણે તો નાળિયર પોતાના ઘર તરફ નાખે. સૌથી મોટા ભુવા નરેન્દ્ર મોદી છે. એક બાદ એક નારિયેળ ફેંકતા જાય છે. બધા નારિયેળ ગુજરાતમાં લેતા આવે છે. એક પછી એક તમારી મુશ્કેલીઓ દૂર થતી જાય છે.

નારાજગી અંગે આપ્યું નિવેદન
ઉમેદવારોમાં ઘટાડો થાય તે અમારી માટે ચિંતાનો વિષય છે. ભાજપની જીતવાની શક્યતાઓ છે તેના કારણે સ્વાભાવિક પણે ઉમેદવારો વધુ સંખ્યામાં આવે તે તેમનો અધિકાર છે. તે આવવા જ જોઈએ. તે અમારા માટે પોઝિટિવ નિશાની છે. ઉમેદવારોની નારાજગી અંગે પૂછતાં તેમણે કહ્યું કે, જેમને ટિકિટ નહીં મળે તે ભાજપ માટે કામ કરશે. આ ભાજપ છે કોંગ્રેસ નથી. ભાજપ સરકાર ફરી એકવાર આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT