રાજકોટ દક્ષિણ બેઠક પર પાટીદારનો દબદબો, જાણો આ સીટ પર કોણ કોણ છે ચૂંટણી મેદાને
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે. સત્તા વનવાસ પર રહેલ કોંગ્રેસ ફરી સત્તા પર આવવા તલ પાપડ થઇ રહી છે…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે. સત્તા વનવાસ પર રહેલ કોંગ્રેસ ફરી સત્તા પર આવવા તલ પાપડ થઇ રહી છે ત્યારે ભાજપ હવે 150થી વધુ સીટ મેળવવાના પ્રયાસો કરી રહી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આવવાથી મતોનું વિભાજન થશે. ગુજરાતના ઇતિહાસમાં જોવા જઈએ તો જયારે પણ ત્રીજો મોરચો સક્રિય થયો છે ત્યારે કોંગ્રેસને નુકશાન થયું છે. આમ આદમી પાર્ટી ગુજરાતના ચૂંટણી મેદાને ઉતારવાથી કોના મત તૂટશે તે તો જનતા જ મત દ્વારા જણાવી શકશે. રાજકોટ દક્ષિણ બેઠક પર પાટીદારનો દબદબો છે. આ બેઠક પર વર્ષ 1980માં વજુભાઈ વાળા પણ હારનો સ્વાદ ચાખી ચૂક્યા છે.
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી રાજકોટ જિલ્લાની કુલ 8 વિધાનસભાની બેઠક છે. રાજકોટ જિલ્લો ગુજરાતના રાજકારણમાં ખુબ જ મહત્વનો ગણવામાં આવે છે. રાજકોટ જિલ્લાની વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડનાર નેતા આગળ જતા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ બન્યા છે. રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપ છેલ્લી 6 ટર્મથી સત્તા પર છે. આ બેઠક ભાજપનો ગઢ છે છતાં વર્ષ 1980માં વજુભાઇ વાળા પણ આ બેઠક પરથી હારનો સ્વાદ ચાખી ચુક્યા છે.
2017નું સમીકરણ
વર્ષ 2017માં આ બેઠક પર 10 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જેમાં ભાજપ તરફથી ગોવિંદ પટેલ મેદાને ઉતર્યા હતા. જયારે કોંગ્રેસ તરફથી ડૉ. દિનેશ ચોવટીયા મેદાને ઉતર્યા હતા. આ બેઠક પર 64.28% મતદાન થયું હતુ. જેમાં કુલ મતદાનના 63.90% એટલેકે 89609 મત ભાજપના ઉમેદવાર ગોવિંદ પટેલને મળ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ચોવટિયાને 32.37% એટલેકે 45393 મત મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા.
ADVERTISEMENT
આ કારણે બેઠક છે ચર્ચામાં
રાજકોટ દક્ષિણ બેઠક પર કુલ 12 વખત ચૂંટણી યોજાઈ હતી જેમાંથી વર્ષ 1995થી ભાજપ સત્તા પર છે એટલે કે 6 ટર્મથી ભાજપ કોંગ્રેસને હરાવતું આવ્યું છે. આ ચૂંટણીમાં ત્રીજો મોરચો ચૂંટણીના રણ મેદાને ઉતરી રહ્યો છે ત્યારે મતોનું વિભાજન થશે અને ભાજપ તથા કોંગ્રેસ બંનેને નુકશાન થશે. ભાજપે આ ચૂંટણીમાં ગોવિંદ પટેલની ટિકિટ કાપી છે અને તેમણે સ્થાને પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાને ટિકિટ ફાળવી છે.
સમસ્યા
રાજકોટ શહેરના અન્ય વિસ્તારોની જેમ આ વિસ્તારમાં પણ પાણીનો પ્રશ્ન વર્ષોથી લોકોને પ્રાણપ્રશ્ન બની ચૂકયૉ છે. આ ઉપરાંત ભૂગર્ભ ગટરો, ટાઉન પ્લાનિંગ, ટ્રાફિકની સમસ્યા, ઉપરાંત વેપારીઓને મૂંઝવતા પ્રશ્નો જેવા મુદ્દાઓ હંમેશા ઉભરાતા આવ્યા છે.
ADVERTISEMENT
ભાજપની પરંપરાગત બેઠક
દેશમાં જનસંઘની સ્થાપના થઇ ત્યારબાદ ગુજરાતમાં એક માત્ર આ બેઠક પર ચીમનલાલ શુક્લએ જીત મેળવી હતી, ભારતીય જનતા પાર્ટીના પાયામાં જનસંઘ રહેલું છે. જનસંઘના ખાતામાં ગયેલી આ સીટ બાદ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. વર્ષ 1990માં કોંગ્રેસ નેતા અન રાજ્યના પૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજા ચુંટાયા હતા, જે બાદ 1995 થી અત્યાર સુધી આ બેઠક પર ભાજપ વિજેતા થયું આવ્યું છે.
ADVERTISEMENT
મતદાર
રાજકોટ દક્ષિણ બેઠક પર કુલ 258673 મતદાર છે જેમાંથી 132933 પુરુષ મતદાર છે. જ્યારે 125736 સ્ત્રી મતદાર છે. જ્યારે અન્ય 4 મતદાર છે.
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પાટીદાર
રાજકોટ દક્ષિણ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે જ્યારે ભાજપ દ્વારા આ વખતે ઉદ્યોગપતિ રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશ વોરાને ટિકિટ આપવામાં આવી છે અને આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયાને ટિકિટ આપવામાં આવી છે. આ ત્રણેય ઉમેદવાર પાટીદાર છે. ત્યારે દક્ષિણ બેઠક પર પાટીદાર ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જોવા મળશે.
આ ઉમેદવાર મેદાને
અપક્ષ- ભુમીકા પરેશભાઇ પટેલ
અપક્ષ- અમરદાસ ભીમદાસ દેસાણી
આપ- શીવલાલ બારસીયા
અપક્ષ- રાકેશ પટેલ
કોંગ્રેસ- હીતેષભાઇ મગનભાઇ વોરા
ભાજપ- રમેશભાઇ ટીલાળા
અપક્ષ- પ્રવીણભાઈ દેંગડા
અપક્ષ- પુનિતાબેન પારેખ
આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે?
રાજકોટ દક્ષિણ બેઠક પર 12 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાંથી ત્રણ વખત કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. છ વખત ભારતીય જનસંઘના ઉમેદવાર વિજેતા થયા છે. આ સાથે બે વખત ભારતીય જનસંઘના ઉમેદવાર વિજેતા થયા છે. અને એક વખત કોંગ્રેસ આઈ ના ઉમેદવાર વિજેતા થયા છે. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર એક પણ વખત ચૂંટણીમાં બાજી નથી મારી શક્યું.
સંપૂર્ણ રાજકીય ઇતિહાસ
1967 – ભારતીય જન સંઘના ઉમેદવાર સી.એચ.શુકલા વિજેતા થયા.
1972- કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મનસુખ જોશી વિજેતા થયા.
1975- ભારતીય જન સંઘના ઉમેદવાર કેશુભાઈ પટેલ વિજેતા થયા.
1980- કોંગ્રેસ (આઈ ) ના ઉમેદવાર જાડેજા મંચરસિંહ વિજેતા થયા.
1985- કોંગ્રેસના ઉમેદવાર સુશીલાબેન શેઠ વિજેતા થયા.
1990- કોંગ્રેસના ઉમેદવાર મનોહરસિંહ જાડેજા વિજેતા થયા.
1995- ભાજપના ઉમેદવાર ઉમેશ રાજ્યગુરુ વિજેતા થયા.
1998- ભાજપના ઉમેદવાર રમેશ રાણપરા વિજેતા થયા.
2002- ભાજપના ઉમેદવાર તપુભાઈ લીંબાસીયા વિજેતા થયા.
2007- ભાજપના ઉમેદવાર ગોવિંદ પટેલ વિજેતા થયા.
2012- ભાજપના ઉમેદવાર ગોવિંદ પટેલ વિજેતા થયા.
2017- ભાજપના ઉમેદવાર ગોવિંદ પટેલ વિજેતા થયા.
ADVERTISEMENT