પાટીદાર નેતા હર્ષદ રિબડીયાએ આપ્યો કોંગ્રેસને ઝટકો, ધારાસભ્ય પદ પરથી આપ્યું રાજીનામું

ADVERTISEMENT

ribdia
ribdia
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં અનેક નેતાઓઓની નારાજગી સામે આવી રહી છે. કોંગ્રેસના નેતાઓ એક બાદ એક રાજીનામાં આપી રહ્યા છે ત્યારે હવે હર્ષદ રિબડીયાએ પણ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યને રાજીનામું સોંપ્યું છે.

વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યને સોંપ્યું રાજીનામું
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓની નારાજગી સામે આવી રહી છે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આજે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને  ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

રાજ્યમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે ત્યારે ગરબે રમવા સૌ કોઈને અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ સાથે ચૂંટણી નજીક આવતાની સાથે નેતાઓ પણ જનતા વચ્ચે રહેવાનો કોઈ મોકો ખોવા નથી માંગતા. ત્યારે વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભાજપના નેતા સાથે વિસાવદરમાં ગરબે રમતા જોવા મળ્યા હતા.  પૂર્વ મંત્રી કનુ ભાલાળા સાથે ગરબે રમતા જોઈ અટકળોને વેગ મળ્યો હતો.

ADVERTISEMENT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જોડાઈ શકે છે ભાજપમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા હર્ષદ રિબડીયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અટકળો લગાવવામાં આવી રહી છે કે, વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાય શકે છે.

કોંગ્રેસે જુનાગઢ જિલ્લામાં વધુ એક સીટ ગુમાવી
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની 5 બેઠક માંથી 4 બેઠક કોંગ્રેસને મળી હતી. ત્યારબાદ માણાવદર બેઠકના ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં ભળી ગયા હતા ત્યારબાદ હવે વધુ એક સીટ કોંગ્રેસે ગુમાવી છે.

ADVERTISEMENT

કોંગ્રેસના આ નેતાઓ છોડી શકે છે સાથ 

ADVERTISEMENT

  • લલિત વસોયા – ધોરાજી વિધાનસભા બેઠક
  • ચિરાગ કાલરીયા – જામજોધપુર વિધાનસભા બેઠક
  • સંજયભાઈ સોલંકી – જંબુસર વિધાનસભા બેઠક
  • મહેશ પટેલ – પાલનપુર વિધાનસભા બેઠક
  • ભાવેશ કટારા – જાલોદ વિધાનસભા બેઠક
  • અમરીશ ડેર – રાજુલા વિધાનસભા બેઠક

    follow whatsapp

    ADVERTISEMENT