પાટીદાર ક્રાંતિ દિવસ: પાટીદારો સરકાર કરતા Hardik Patelથી વધુ નારાજ? ચૂંટણી લડે તો બહિષ્કારની ચીમકી

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહેસાણા: આખા ગુજરાતને હચમચાવી નાખનાર પાટીદાર ક્રાંતિ રેલીને આજે 7 વર્ષ પૂરા થયા છે. GMDC મેદાનમાં લાખો પાટીદાર ભાઈઓ આજના દિવસે અનામત સહિત કેટલીક માગણીઓ માટે એકઠા થયા હતા. ત્યારે આંદોલનના 7-7 વર્ષ થવા છતાં પાટીદારો સરકારથી નારાજ જણાઈ રહ્યા છે. બીજી તરફ તેમનો આક્ષેપ છે કે હાર્દિક પટેલે (Hardik Patel) તેમના ખભા પર બંદૂક મૂકીને રાજકારણમાં પ્રવેશ કર્યો. આગામી ચૂંટણીમાં તેઓ હવે હાર્દિક પટેલના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. જ્યારે તેમની માગણીઓ સરકારે આજે પણ પૂરી કરી નથી.

પાટીદાર ક્રાંતિ રેલીને આજે 7 વર્ષ પૂરા થવા પર હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. જેમાં તેણે, ‘આંદોલનથી માત્ર પાટીદાર સમાજને નહીં પરંતુ ગુજરાતના તમામ સમાજને લાભ થયો છે. પાટીદાર ક્રાંતિ દિવસની સૌ સાથીઓને ખુબ ખુબ શુભેચ્છા’ પોસ્ટ કરી હતી. જોકે પાટીદારો હાર્દિક સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

‘હાર્દિકે અનામત અપાવી તે તદ્દન ખોટું છે’
વીસનગરના વિશાંત પટેલે જણાવ્યું કે, અમારી કોઈ માગણી પૂરી થઈ નથી. આજે અમારી કાંતિ રેલીને 7મું વર્ષ છે. અમારા 14 પાટીદાર ભાઈઓ શહીદ થયા. પણ તેમને સરકાર તરફથી કોઈ વળતર નથી મળ્યું. કોઈ તકેદારી લેવામાં આવી નથી. હાર્દિક પટેલ કહેતો કે પાટીદાર અનામત આંદોલન મારા કારણે શરૂ થયું છે અને કીધું અનામત મેં અપાવી છે તે તદ્દન ખોટું છે. હાર્દિક પાટીદારોના ખભા પર બંદૂક મૂકીને રાજકારણમાં ધુસી ગયો. પહેલા કોંગ્રેસમાં ગયો હવે ભાજપમાં ગયો પણ તે ગમે તે પક્ષમાં ઊભો રહે. તે ચૂંટણી લડશે તો પાટીદાર સમાજ તેને નીચે પાડશે.

ADVERTISEMENT

14 પાટીદારોના પરિવારોને હજુ નોકરી નથી મળી
જ્યારે હરેશ પટેલ નામના યુવકે જણાવ્યું કે, પાટીદારો સામેના કેસ સરકારે હજુ પાછા ખેંચ્યા નથી. 14 શહીદ થયેલા ભાઈઓના પરિવારને સરકારી નોકરી પણ આપી નથી. હવે હાર્દિક કોઈપણ જગ્યાએ ચૂંટણી લડશે તો સમાજ એક થઈને બહિષ્કાર કરીશું. સમાજ તૈયારીમાં છે કે ક્યાંય પણ તેને ટિકિટ અપાશે ત્યાં આંદોલન કરીશું.

અનામતનો બધો જશ હાર્દિક પોતે લે છે
જ્યારે અર્ચના પટેલે જણાવ્યું હતું કે, અમે 14 પાટીદારો ગુમાવ્યા. હાર્દિક એ વખતે એવું કહેતો હતો કે અમે લોકોએ 15 લાખ પાટીદારો ભેગા કર્યા. એવું નથી બધી સંસ્થાઓ હતી એટલે ભેગા થયા હતા. 10 ટકા અનામતનો બધો જશ જાતે લે છે. એ તો એવું કહેતો કે અમને OBC અનામતનો લાભ લેવો છે. એ એવું કહેતો હતો કે, હું ભાજપમાં જોડાઉં તો મારી માંનું ધાવણ લાજે. તે કોંગ્રેજમાં પણ જઈ આવ્યો અને ભાજપમાં પણ, તો હવે કેવી રીતે કહી શકે મારા લીધે અનામત મળી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT