Pathan Controversy: વિશ્વ હિન્દુ પરિષદનું મોટું નિવેદન, શાહરુખ માફી માગવાના બદલે અહંકારી વલણ રાખે છે!

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થતાની સાથે જ વિવાદમાં આવી ગયું હતું. હવે આ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં વિશ્વ હિંદુ પરિષદના પદાધિકારીએ કહ્યું છે કે જો શાહરૂખ આ ગીત માટે માફી નહીં માંગે તો તેની ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવશે નહીં. ‘બેશરમ રંગ’ ગીત લોન્ચ થતાની સાથે જ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી. આ ગીતમાં ચાહકોને લાંબા સમય પછી દીપિકાનો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. પરંતુ આ દરમિયાન, ગીતના એક ચોક્કસ સીનને લઈને હોબાળો શરૂ થઈ ગયો છે. જેમાં દીપિકાએ ભગવા રંગની બિકીની પહેરી છે.

વિશ્વ હિન્દુ પરિષદે ઉઠાવ્યો વાંધો
વિશ્વ હિન્દુ પરિષદે પણ આ ગીતને લઈને વાંધો ઉઠાવ્યો છે. સંગઠનના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે ‘ભગવા રંગને બેશરમ કહીને મૂર્ખ અને વાંધાજનક પ્રવૃત્તિઓ કરવી એ હિન્દુ વિરોધી માનસિકતાની સીમા દર્શાવે છે’. આ વિવાદ વચ્ચે શાહરૂખ ખાન કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યો હતો અને તેણે સોશિયલ મીડિયા અંગે વાત કરતા એક ભાષણ આપ્યું હતું. શાહરૂખનું ભાષણ લોકોને પસંદ આવ્યું હતું, પરંતુ તેના કારણે ગીતને લઈને ચાલી રહેલો વિવાદ વધુ ગરમાયો છે.

‘પઠાણ’ની રિલીઝ રોકવાની ધમકી.. 
શાહરૂખના ભાષણનો વિરોધ કરતા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી પણ નિવેદન સામે આવ્યું છે. સંગઠનના જોઈન્ટ સેક્રેટરી સુરેન્દ્ર જૈને કહ્યું છે કે શાહરુખ ખાન અહંકારી વલણ દર્શાવી રહ્યો છે. માફી માંગવાને બદલે શાહરૂખ ખાન ઘમંડી બની રહ્યો છે. કોલકાતામાં ખાને કહ્યું કે ભારતનું સોશિયલ મીડિયા સંકુચિત માનસિકતા વાળું થઈ ગયું છે.

ADVERTISEMENT

જૈને વધુમાં કહ્યું કે જો શાહરૂખ માફી નહીં માંગે તો અમે તેની ફિલ્મને રિલીઝ થવા દઈશું નહીં. તેમનું કહેવું છે કે ભગવા રંગને બેશરમ રંગ નામના ગીત સાથે જોડીને શાહરુખ ખાનની પઠાણે હિન્દુ ધર્મ અને સમગ્ર ભારતનું અપમાન કર્યું છે.

શાહરુખે કોલકાતામાં શું કહ્યું?
આજના યુગમાં, બોલિવૂડ ફિલ્મોને લઈને સોશિયલ મીડિયા પર સર્જાયેલા નકારાત્મક વાતાવરણ અંગે શાહરૂખે કહ્યું કે આજે સોશિયલ મીડિયા પર એક નેરેટિવ બનાવવામાં આવે છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે નેગેટિવિટી સોશિયલ મીડિયાનો વપરાશ વધારે છે, જેના કારણે તેની કોમર્શિયલ વેલ્યુ પણ વધે છે. શાહરૂખે વધુમાં કહ્યું કે આટલી બધી નકારાત્મકતા વચ્ચે પણ હું અને મારા જેવા તમામ સકારાત્મક લોકો ‘જીવંત છે!’ તેના આ નિવેદન પછી અત્યારે વિવાદ વકરી રહ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT