કોંગ્રેસના ધારાસભ્યના FB એકાઉન્ટથી લોકોને મેસેજ ગયા, પૈસાની અત્યંત જરૂર છે, તાત્કાલિક PayTM કરો

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાટણ: કોંગેસના ધારાસભ્ય અને પાટણથી ઉમેદવાર એવા ધારાસભ્ય કિરીટ પટેલનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ધારાસભ્યનું એકાઉન્ટ હેક કરીને હેકરે તેમના મિત્રોને મેસેજ કરીને પૈસા માગ્યા હતા. જેથી ધારાસભ્યએ આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી હતી.

ધારાસભ્યનું ફેસબુક એકાઉન્ટ હેક
પાટણમાં સોમવારે મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય ડો. કિરીટ પટેલનું સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા હેક કરી નાખવામાં આવ્યું હતું. જે બાદ હેકરે ડો. કિરીટ પટેલના અંગત મિત્રો અને જાણીતા લોકોને મેસેજ કર્યા હતા અને પૈસાની અત્યંત જરૂર છે એમ કહીને તાત્કાલિક તેમના PayTMમાં પૈસા નાખવા માટેનો મેસેજ કર્યો હતો.

ADVERTISEMENT

ધારાસભ્યએ મિત્ર વર્તુળને જાણ કરી પૈસા ન આપવા કહ્યું
જોકે આ મામલે ડો. કિરીટ પટેલના મિત્ર વર્તુળ દ્વારા તેમને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. જેથી ધારાસભ્યએ પણ તાત્કાલિત તેમને પોતાના મિત્ર વર્તુળના લોકોને આ અંગે જાણ કરી હતી અને કોઈને પણ આ રીતે મેસેજ આવે તો નાણાકીય વ્યવહાર ન કરવા માટે જાણ કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT