પાટણમાં બસ દુર્ઘટનાગ્રસ્ત થતા 38 લોકો ઘાયલ, 1નું ઘટનાસ્થળે મોત
પાટણઃ ગુજરાતમાં અવારનવાર માર્ગ અકસ્માતો વધી રહ્યા છે. તેવામાં સિદ્ધપુર – ઉંઝા હાઈવે પર એક બસ દુર્ઘટનામાં 38 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી…
ADVERTISEMENT
પાટણઃ ગુજરાતમાં અવારનવાર માર્ગ અકસ્માતો વધી રહ્યા છે. તેવામાં સિદ્ધપુર – ઉંઝા હાઈવે પર એક બસ દુર્ઘટનામાં 38 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જ્યારે 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે 9 ગંભીર લોકોને સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા છે.
દુર્ઘટનાગ્રસ્ત બસનો રૂટ
આ બસ દુર્ઘટનાના વીડિયો અત્યારે સામે આવી રહ્યા છે. જેને જોતા બસ રસ્તા પરથી ઓફ ટ્રેક થઈ ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન બસ લગભગ પલટી મારી ગઈ હતી. જેને જોતા અંદર સવારી કરનારા મુસાફરો ગંભીર ઈજાઓ થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ બસ ડિસાથી છોટા ઉદેપુર તરફ જઈ રહી હતી, ત્યારે સિદ્ધપુર – ઉંઝા હાઈવે પર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.
સ્થાનિકોએ એમ્બ્યુલન્સ બોલાવી
દુર્ઘટનાગ્રસ્ત બસની આસપાસ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન લોકોએ એમ્બ્યુલન્સને પણ તકેદારીના ભાગ રૂપે ફોન કરીને બોલાવી લીધી હતી. જેમાં દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને પાટણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
દુર્ઘટનામાં ઘાયલ દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ ગઈ
હોસ્પિટલ જોતજોતામાં દુર્ઘટનાગ્રસ્ત લોકોથી ઉભરાઈ ગઈ હતી. અહીં ડોકટરોએ દર્દીઓની પ્રાથમિક સારવાર પણ હાથ ધરી દીધી હતી. જ્યાં તેમને ડ્રેસિંગ કરવાથી લઈ બોટલ ચઢાવવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી.
અકસ્માતની તસવીરો…
ADVERTISEMENT
ADVERTISEMENT
With Input – Vipin bhai
ADVERTISEMENT