પરેશ રાવલની ગુલાંટ: માછલી પકવશો વાળા નિવેદન પર માંગી માફી, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં સતત રાજકીય માહોલ ગરમ છે. આ દરમિયાન ગુજરાતમાં સભાઓનો દોર શરૂ છે. નેતાઓ સભાઓ કરી મતદારને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના નેતા અને અભિનેતા પરેશ રાવલ પોતાના નિવેદનને લઈ વિવાદમાં ફસાયા છે. વિવાદને લઈ તેમણે માફી માંગતા પરેશ રાવલે કહ્યું કે હું સ્પષ્ટ કરી દઉં કે મારો મતલબ અવૈધ બાંગ્લાદેશી અને રોહિંગ્યાથી હતો. જોકે છતા જો મેં તમારી ભાવનાને ઠેસ પહોંચાડી છે તો હું માફી માંગું છું.

વલસાડમાં અભિનેતા પરેશ રાવલે ચૂંટણી પ્રચારમાં ભાષણ આપવા દરમિયાન રોહિંગ્યા મુસલમાન અને બંગાળીઓ સાથે જોડાયેલ એક નિવેદન આપ્યું હતું. તેમના નિવેદનને લઇને સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા જોવા મળી હતી. હવે તેમણે આ નિવેદનને લઇને માફી માંગતા કહ્યું કે મારો મતલબ રોહિંગ્યા બાંગ્લાદેશીઓથી હતો. જો મેં કોઇને ભાવનાને ઠેસ પહોંચાડી છે તો હું માફી માંગું છું.

ટ્વિટ કરી માંગી માફી
માફી માંગતા ટ્વિટ કરી કહ્યું કે,   માછલી મુદ્દો નથી કારણ કે ગુજરાતી માછલી પકાવે છે અને ખાય છે. હું સ્પષ્ટ કરી દઉં કે મારો મતલબ અવૈધ બાંગ્લાદેશી અને રોહિંગ્યાથી હતો. જોકે છતા જો મેં તમારી ભાવનાને ઠેસ પહોંચાડી છે તો હું માફી માંગું છું.

ADVERTISEMENT

જાણો શું કહ્યું હતું પરેશ રાવલે
ગુજરાતની ચૂંટણી દરમિયાન પરેશ રાવલે વલસાડમાં ભાષણ આપતા કહ્યું કે ગેસ સિલિન્ડર મોંઘો છે પણ તે સસ્તો થઇ જશે. લોકોને રોજગારી પણ મળી જશે. પણ શું થશે જ્યારે રોહિંગ્યા મુસ્લિમ અને બાંગ્લાદેશી તમારી આસપાસ રહેવા લાગશે. જેવું કે દિલ્હીમાં થઇ રહ્યું છે. ત્યારે તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી પકવશો?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT