મોંઘવારીનો વિરોધ: પરેશ ધાનાણી સાઈકલ પર ગેસનો બાટલો લઈને મતદાન કરવા નીકળ્યા
અમરેલી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. જેમાં 89 બેઠકો પર 788 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા…
ADVERTISEMENT
અમરેલી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. જેમાં 89 બેઠકો પર 788 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે અનોખા અંદાજમાં મતદાન કરવા માટે નીકળ્યા હતા. દેશમાં ગેસના બાટલાની વધતી કિંમતોના પ્રતિક રૂપે તેઓ ગેસના બાટલા સાથે સાઈકલ લઈને ઘરેથી નીકળ્યા હતા.
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાનઃ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સાઈકલ પર ગેસના બાટલા સાથે મતદાન કરવા નીકળ્યા#PareshDhanani #Gujaratelections2022 #ElectionWithGujaratTak pic.twitter.com/jobF3koXxb
— Gujarat Tak (@GujaratTak) December 1, 2022
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વોટ કરવા અપીલ કરી
બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતના તમામ ભાઈ-બહેનોને અપીલ છે કે, વોટ કરે, રોજગાર માટે, સસ્તા ગેસ સિલિન્ડર માટે, ખેડૂતોના દેવા માફી માટે. ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ટ માટે, મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકતંત્રના આ પર્વને સફળ બનાવો.
ADVERTISEMENT
गुजरात के सभी भाई बहनों से अपील है, वोट करें…
रोज़गार के लिए
सस्ते गैस सिलेंडर के लिए
किसानों की कर्ज़ा माफी के लिएगुजरात के प्रगतिशील भविष्य के लिए, भारी संख्या में मतदान करें और लोकतंत्र के इस पर्व को सफल बनाएं।#કોંગ્રેસ_આવે_છે
— Rahul Gandhi (@RahulGandhi) December 1, 2022
ADVERTISEMENT
ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. આજે 2.39 કરોડ મતદારો 25,430 મતદાન મથકો પર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 5.74 લાખ જેટલા મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT