કોંગ્રસ પ્રદેશ પ્રમુખ બદલાવ વચ્ચે પરેશ ધાનાણી ભારત જોડો યાત્રામાં પહોંચ્યા, શું ધાનાણીને મળશે રાહુલ ગાંધી સાથેની મુલાકાતનું ફળ?
નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ત્રિપાંખિયા જંગમાં ભાજપે ઇતિહાસ રચ્યો. જ્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં જગ્યા મેળવી.…
ADVERTISEMENT
નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ત્રિપાંખિયા જંગમાં ભાજપે ઇતિહાસ રચ્યો. જ્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં જગ્યા મેળવી. કોંગ્રેસે સત્તા વનવાસનું પુરાવર્તન કર્યું. કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન જોવા મળ્યું છે. 182 બેઠક માંથી ફક્ત 17 બેઠક મેળવી છે. ત્યારે હવે કોંગ્રેસે વિપક્ષ નેતા તરીકે OBC ચહેરો મેદાને ઉતાર્યો છે. કોંગ્રેસે સત્તાવાર વિપક્ષ નેતા તરીકે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે. આ દરમિયાન હવે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની ખુરશી ખતરામાં છે. ત્યારે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં કાશ્મીર પહોંચ્યા છે. શું ધાનાણીને રાહુલ ગાંધી સાથેની મુલાકાતનું ફળ મળશે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ હવે પ્રદેશ અધ્યક્ષ બદલાવવાની વાત ચાલી રહી છે. ત્યારે આ દરમિયાન પરેશ ધાનાણી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. ત્યારે બીજી તરફ પરેશ ધાનાણીનું નામ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની રેસમાં ચાલી રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે પરેશ ધાનાણીને રાહુલ ગાંધી સાથેની મુલાકાતનું ફળ મળે છે કે કેમ?
ચૂંટણીમાં કારમી હાર અને નારાજગી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જગદીશ ઠાકોરને સુકાન સોંપ્યુ હતું, પરંતું તેઓ નિષ્ફળ રહ્યાં છે. ઉલટાનું કોંગ્રેસને અગાઉની વિધાનસભાની ચૂંટણી કરતા વધુ નુકસાન થયુ છે. બીજી તરફ, કોંગ્રેસમાં આંતરિક ડખા એટલા વધ્યા છે કે જગદીશ ઠાકોર આ ગૂંચ ઉકેલવામાં પણ અસફળ રહે છે. આવામાં હવે કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખ લાવે તો નવાઈ નહિ.
ADVERTISEMENT
જ્ઞાતિનું સમીકરણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ બાજી બગાડી છે તેમ માની શકાય છે. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ફક્ત 17 બેઠકો જ મેળવી હતી. આ સાથે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાની પણ હાર થઈ છે. ત્યારે હવે કોંગ્રેસે વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાને જવાબદારી સોંપી છે. ત્યારે વિપક્ષ નેતા અને પક્ષ પ્રમુખ બંને OBC ચહેરાને કોંગ્રેસ પ્રાધાન્ય આપવાનું રિસ્ક નહીં લે. જેને પરિણામે પ્રદેશ અધ્યક્ષ બદલાય શકે છે.
કોણ છે અધ્યક્ષની રેસમાં
કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતના મલખમાં ગામે તે ઘડીએ ફેરફાર કરી શકે છે. જગદીશ ઠાકોરની જગ્યાએ હાલ પ્રદેશ પ્રમુખ તરીકે પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને જીતુ પટેલનું નામ ચર્ચામાં છે. જોકે, ચર્ચા તો એવી પણ છે કે કોંગ્રેસ પાટીદાર કાર્ડ અજમાવી શકે છે. મુખ્યમંત્રી જ્યારે પાટીદાર છે, ત્યારે કોંગ્રેસ પણ પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખનુ પદ આપી અને પાટીદાર સમાજને 2024માં મનામણાં કરી શકે છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT