અમરેલીમાં પરેશ ધાનાણીએ સ્વીકારી હાર, કહ્યું ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક વિજય તરફ
હિરેન રવૈયા, અમરેલી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે જનાદેશ જાહેર થઈ રહ્યા છે. જનતા પોતાના નેતાઑની પસંદગઈ કરી છે તે જાહેર થઈ રહ્યું છે. આજે…
ADVERTISEMENT
હિરેન રવૈયા, અમરેલી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે જનાદેશ જાહેર થઈ રહ્યા છે. જનતા પોતાના નેતાઑની પસંદગઈ કરી છે તે જાહેર થઈ રહ્યું છે. આજે જાહેર થવા લાગ્યું છે કે જનતા ગુજરાતની ગાદી કોને સોંપવા ઈચ્છે છે. ગુજરાતમાં આજે ચિત્ર સ્પષ્ટ થશે કે સત્તાનું પરિવર્તન થશે કે પુનરાવર્તન. આ દરમિયાન અમરેલી બેઠક પર પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીની હાર થઈ ચૂકી છે. વિજેતા ઉમેદવાર કૌશિક વેકરીયાની સાથે બેસીને મીડિયા સાથે પરેશ ધાનાણીએ હાર સ્વીકારી તેમણે કહ્યું કે મને મળેલા કુલ મત કરતા ભાજપના ઉમેદવાર ની લીડ વધારે છે. કૌશિક વેકરીયાને જીતની શુભેચ્છા પાઠવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થવા લાગ્યા છે. આ દરમિયાન અમરેલી બેઠક પર સૌ કોઈની નજર હતી. જેમાં અમરેલી બેઠક પર કોંગ્રેસ તરફથી પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી મેદાને હતા જ્યારે તેમની ભાજપના ઉમેદવાર સામે હાર થઈ છે. પરેશ ધાનાણીએ હારનો સ્વીકાર સ્વીકાર કર્યો છે. મત ગણતરી સેન્ટર પર પરેશ ધાનાણી અને કૌશિક વેકરીયા પહોચ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ એક બીજાનો ઉત્સાહ વધાર્યો છે. પરેશ ધાનાણીએ કહ્યું કે મને મળેલા કુલ મત કરતા ભાજપના ઉમેદવાર ની લીડ વધારે છે. અમરેલીના લોકોએ મને 20 વર્ષ સુધી આશિર્વાદ આપ્યા છે. કૌશિક વેકરીયા અમરેલીના વિકાસને વેગ આપે તેવી શુભેચ્છા ગુજરાતમા ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહી છે.
અમરેલીમાં 1962 થી અત્યાર સુધીમાં સૌથી વધુ લીડ આપી તે બદલ કૌશિક વેકરીયાની શુભેચ્છા પાઠવું છું. અમરેલીમાં 20 વર્ષ સુધી અભૂતપૂર્વ પ્રેમ આપ્યો આભાર અમરેલી. લોકોએ મણે ગુજરાત વિધાનસભાના દરવાજા દેખાડ્યા તે બદલ આભાર.
ADVERTISEMENT
ADVERTISEMENT