પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂરથી કચ્છનું રણ દરિયામાં ફેરવાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છ: પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂરનું પાણી છેક ગુજરાત સુધી પહોંચી ગયું છે. કચ્છના રણમાં પૂરનું પાણી ફરી વળતા રણ જાણે દરિયો બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. કચ્છના રણમાં આ પૂરનું પાણી સતત આગળ વધી રહ્યું છે. પૂરના પાણીના કારણે રણમાં બનાવેલા રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે.

પાકિસ્તાનમાં 1100થી વધુના મોત
કચ્છમાં પાકિસ્તાનના પૂરના પાણીના વીડિયો હાલમાં સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, જ્યાં પણ જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાનમાં પૂરથી હાહાકાર મચ્યો છે. પાડોશી દેશમાં અત્યાર સુધીમાં 1100થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જેને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી. જે બાદ પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા PM મોદીનો આભાર માનવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

પૂરથી કેટલું નુકસાન થયું?
પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં પૂરના કારણે 1634 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 9.92 લાખથી વધારે ઘરો સંપૂર્ણ અથવા આંશિક રૂપે ક્ષતિગ્રસ્ત થયા છે, જેનાથી લાખો લોકો ભોજન અને પિવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત થઈ ગયા છે. આ સાથે જ 7 લાખ 35 હજારથી વધુ પશુઓ ગાયબ છે.

(વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT