અમદાવાદ કોટ વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, શહેરમાં રહીને આ રીતે પાકિસ્તાનને મદદ કરતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં કોટ વિસ્તારમાં છુપાયેલા પાકિસ્તાની જાસૂસની (Pakistani Agent) ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં રહીને દુશ્મન દેશ માટે કામ કરતા આ જાસૂસની ધરપકડથી આગામી સમયમાં અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે. પોલીસ દ્વારા હાલમાં સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

પાકિસ્તાન સિમ કાર્ડ મોકલતો હતો
જાણકારી મુજબ, અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતો પાકિસ્તાની જાસૂસને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો છે. આરોપી પાકિસ્તાન ઈન્ટેલિજન્સ એજન્સી સાથે સંકાળાયેલો હતો અને અહીં રહીને સિમકાર્ડ પાકિસ્તાન મોકલતો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ક્રાઈમબ્રાન્ચની ટીમે આરોપીના ઈરાદાઓ શું હતા, તે અન્ય કોની સાથે સંપર્કમાં હતા. તથા અહીંથી સિમકાર્ડ લઈને પાકિસ્તાન શા માટે આપતો હતો સહિતના વિવિધ સવાલો વિશે તપાસ શરૂ કરી છે.

નવસારીમાં પણ ATSની કાર્યવાહી
નોંધનીય છે કે, ગુજરાતમાં આજે જ ATS દ્વારા અમદાવાદ, સુરત, નવસારી તથા સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં દરોડા પાડીને PFIના કનેક્શનમાં 15 જેટલા લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં નવસારીમાં ATS અને NIAએ સંયુક્ત કામગીરી કરીને અબ્દુલ કાદિર સૈયદ નામના શખ્સની અટકાયત કરી છે. તેના પર દેશ વિરોધી ગતિવિધિઓ કરવાની આશંકા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT