Pakistan માં ટોળાએ મહિલાને ઘેરી, કપડાં ઉતારવા કર્યું દબાણ; સામે આવ્યો હચમચાવી નાખે એવો VIDEO
Pakistan Viral Video News: પાકિસ્તાનમાં એક મહિલા સાથે ટોળાએ જે કર્યું તે જોઈને બધાના રુંવાળા ઉભા થઈ જશે. એક મહિલાને ટોળાએ અચાનક ઘેરી લીધી.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
પાકિસ્તાનમાં એક મહિલા સાથે ટોળાએ ઘેરી
કપડા ઉતારી નાખવા કર્યું દબાણ
પોલીસની ટીમ પહોંચી અને મહિલાને બચાવી
Pakistan Viral Video News: પાકિસ્તાનમાં એક મહિલા સાથે ટોળાએ જે કર્યું તે જોઈને બધાના રુંવાળા ઉભા થઈ જશે. એક મહિલાને ટોળાએ અચાનક ઘેરી લીધી. તેની પાછળનું કારણ મહિલાના કપડા જણાવવામાં આવી રહ્યા છે. મહિલાએ અરબી પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો. પરંતુ પાકિસ્તાની લોકોને લાગ્યું કે આ કુરાનની આયતો છે. જે બાદ ભીડ લાલઘુમ થઈ ગઈ અને મહિલાને ઘેરી લીધી. જે બાદ ભીડે મહિલાને તેના કપડા ઉતારવા દબાણ કર્યું. જોકે, આ સમયે જ ત્યાં પોલીસની ટીમ પહોંચી ગઈ અને પોલીસ મહિલાને સુરક્ષિત ત્યાંથી લઈ ગઈ.
પંજાબ પોલીસે શેર કર્યો વીડિયો
આ ઘટનાનો એક વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્થાનિક મહિલા પોલીસકર્મીને એવું કહેતા સાંભળી શકાય છે કે મહિલા તેના પતિની સાથે શોપિંગ કરવા માટે નીકળી હતી, જ્યારે ભીડે તેના પર હુમલો કર્યો. ભીડે મહિલાને કહ્યું કે તે તેના કપડા કાઢી નાખે. પોલીસકર્મીની ઓળખ ASP સૈયદા શાહરાબાનો નકવી તરીકે થઈ છે અને પંજાબ પોલીસે આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં યુઝર્સ મહિલાને બચાવનાર મહિલા અધિકારીની લોકો પ્રશંસા કરી રહ્યા છે.
"ASP Syeda Shehrbano Naqvi, the brave SDPO of Gulbarg Lahore, put her life in danger to rescue a woman from a violent crowd. For this heroic deed, the Punjab Police has recommended her name for the prestigious Quaid-e-Azam Police Medal (QPM), the highest gallantry award for law… pic.twitter.com/awHaIGVb9l
— Punjab Police Official (@OfficialDPRPP) February 25, 2024
મહિલાના કપડા પર ભડક્યા લોકો
એક રેસ્ટોરન્ટમાં એક મહિલા તેના ચહેરા પર હાથ રાખીને ઉભી હોવાનો વીડિયો સામે આવ્યો છે. રેસ્ટોરન્ટની બહાર લોકોની ભીડ હતી. એટલામાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ. પોલીસે રેસ્ટોરન્ટને ઘેરી લીધી અને મહિલાને સુરક્ષિત બહાર કાઢી. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પંજાબ પોલીસ ઓફિસિયલ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં મહિલા પોલીસકર્મીની પ્રશંસા કરવામાં આવી છે. લોકો વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ADVERTISEMENT
પોલીસકર્મીની કરવામાં આવી રહી છે પ્રશંસા
એક યુઝરે કહ્યું, જો ASP સમયસર ન પહોંચ્યા હોત તો મહિલાને ધર્મના નામે મારી નાખવામાં આવી હોત. મોટાભાગના લોકો મહિલાના સમર્થનમાં ઉતર્યા છે. એક યુઝરે આ ડ્રેસની તસવીર પણ શેર કરી છે. બાદમાં પીડિત મહિલાની બીજી તસવીર સામે આવી, જેમાં તે બે મૌલવીઓની વચ્ચે હાથ જોડીને બેઠી છે. મહિલા માફી માંગે છે અને કહે છે કે તે આ ડ્રેસ ફરીથી ક્યારેય નહીં પહેરે.
ADVERTISEMENT