પાકિસ્તાનના પૂર્વ PMએ ભારતના કર્યા ભરોભાર વખાણ, કહ્યું- આપણા પડોશીઓ ચંદ્ર પર પહોંચી ગયા અને આપણે હજુ પણ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ex-Pakistani PM Nawaz Sharif praises India : પાકિસ્તાનની સ્થિતિમાં સુધારો થતો દેખાઈ રહ્યો નથી. દરરોજ કોઈને કોઈ દેશ અથવા બીજા દેશ તરફ મદદનો હાથ લંબાવવામાં આવે છે. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, પાડોશી દેશ ચંદ્ર પર પહોંચી ગયો છે, પરંતુ પાકિસ્તાન હજુ પણ જમીન પરથી ઉપર આવ્યું નથી. નવાઝ શરીફે ઈસ્લામાબાદમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા.

શરીફ ચોથી વખત વડાપ્રધાન પદની રેસમાં સામેલ

શરીફ ચોથી વખત વડાપ્રધાન પદની રેસમાં સામેલ થયા છે. તેમણે કહ્યું કે, વર્ષ 2013માં દેશ વીજળીના ભારે લોડ શેડિંગનો સામનો કરી રહ્યો હતો. પછી અમે આવ્યા અને તે પૂર્ણ કર્યું. સમગ્ર દેશમાંથી આતંકવાદનો ખાત્મો કર્યો. આ સિવાય કરાચીની શાંતિ પુનઃસ્થાપિત કરી અને હાઈવેનું નિર્માણ કાર્ય કરાવ્યું, CPEC બાદ વિકાસ અને સમૃદ્ધિનો નવો યુગ શરૂ થયો છે. પાકિસ્તાનમાં ચાલતી વર્તમાન કટોકટી માટે શરીફે કહ્યું કે, આ સ્થિતિ પાછળ આપણે પોતે જ જવાબદાર છીએ. 2014માં અમારી સરકાર વખતે મોંઘવારી ઓછી હતી.

શરીફે કર્યા ભારતના  વખાણ

દેશની ભયંકર આર્થિક સ્થિતિ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે, ‘આપણા પડોશીઓ ચંદ્ર પર પહોંચી ગયા છે, પરંતુ આપણે હજુ જમીન પરથી ઊઠી શક્યા નથી. આપણા જ પતન માટે આપણે જ જવાબદાર છીએ, નહીંતર આ દેશ આજે અલગ જગ્યાએ પહોંચી ગયો હોત.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT