Painkiller Meftal : તમે પણ આ પેઈન કિલરનો ઉપયોગ કરો છો તો સાવધાન! સરકારે જાહેર કરી સલામતી ચેતવણી
Painkiller Meftal : ભારતીય ફાર્માકોપિયા કમિશન (IPC)એ પેઈન કિલર સામે એક સલામતી ચેતવણી જારી કરી છે. આરોગ્ય સુરક્ષા હેતુ વ્યવસાયિકો અને દર્દીઓને પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ માટે…
ADVERTISEMENT
Painkiller Meftal : ભારતીય ફાર્માકોપિયા કમિશન (IPC)એ પેઈન કિલર સામે એક સલામતી ચેતવણી જારી કરી છે. આરોગ્ય સુરક્ષા હેતુ વ્યવસાયિકો અને દર્દીઓને પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ માટે પેઇન કિલર મેફ્ટલનું નિરીક્ષણ કરવાની સલાહ આપી છે. IPCએ પેઈનકિલર દવા “મેફ્ટાલ” ને લઈને ડોકટરો અને લોકો માટે સેફ્ટી એલર્ટ જાહેર કર્યું છે. સરકારનું માનવું છે કે મેફ્ટાલના વધુ પડતા સેવનથી ડ્રેસ સિન્ડ્રોમ જેવી ગંભીર એલર્જી થઈ શકે છે. આ આખા શરીરને ગંભીર અસર પહોંચાડી શકે છે.
Indian Pharmacopoeia Commission (IPC) issued a drug safety alert about Meftal painkiller, stating that its constituent, mefenamic acid, can cause adverse reactions pic.twitter.com/MHcfyoTLuI
— ANI (@ANI) December 7, 2023
આ દવા ઇઓસિનોફિલિયા અને ડ્રેસ સિન્ડ્રોમના લક્ષણો તરફ દોરી શકે
મેફેનામિક એસિડ પેઇન કિલર સાંઘાનો દુખાવો, ઓસ્ટિયોઆર્થરાઈટિસ, હળવાથી લઈ મધ્યમ દુખાવો, સોજો, તાવ અને દાંતના દુઃખાવાની સારવાર માટે આપવામાં આવતી હોય છે. IPCએ તેની ચેતવણીમાં કહ્યું કે, તેનો ઉપયોગ ઇઓસિનોફિલિયા અને ડ્રેસ સિન્ડ્રોમના લક્ષણો તરફ દોરી શકે છે. કેટલીકવાર તેની ખૂબ ગંભીર આડઅસર થઈ શકે છે.ડ્રેસ સિન્ડ્રોમમાં ત્વચા પર રેશેઝ, પિમ્પલ્સ વગેરે થાય છે.
ADVERTISEMENT
સરકારે હેલ્પલાઇન નંબર કર્યો જાહેર
ભારતીય ફાર્માકોપિયા કમિશનની ચેતવણીએ સલાહ આપી છે કે જો આવી પ્રતિક્રિયા સામે આવે તરત જ લોકોએ www.ipc.gov.in ની વેબસાઇટ અને એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લિકેશન ADR PvPI, હેલ્પલાઇન નંબર 1800-180-3024 દ્વારા અચૂકથી જાણ કરવી. IPC એ સ્વાસ્થ્ય મંત્રાલયની એક સ્વાયત્ત સંસ્થા છે જે ભારતમાં ઉત્પાદિત, વેચાતી અને વપરાશમાં લેવાતી તમામ દવાઓ માટે ધોરણો નક્કી કરે છે.
ADVERTISEMENT