ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં હવે PAAS પણ જંપ લાવશે, આ મોટા નેતાએ કરી જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના મહિનાઓ જ બાકી છે. ત્યારે ચૂંટણીની તૈયારીઓને લઈને દરેક રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસારના કામમાં જોતરાઈ ગઈ છે. જો કે હવે રાજકીય પાર્ટી ઉપરાંત વિવિધ સંગઠનોએ પણ આ ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી છે. તેવામાં PAASના આગેવાને વિધાનસભાની ચૂંટણી લડવા વિશે ટ્વિટ કરતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

PAAS ઉતરશે ચૂંટણીના મેદાનમાં
વર્ષના અંતમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવામાં છે અને તેમાં પણ ખાસ કરીને આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગના મેદાનમાં હોવથી ભારે રસાકસી જોવા મળી રહી છે. ત્યારે હવે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા દિનેશ બાંભણીયાએ ચૂંટણી લડવાને લઈને જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. તેમણે એક ટ્વીટ કર્યું છે જેમાં લખ્યું છે કે, 2022ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના 23 નેતાઓ ઉમેદવારી કરશે. પાટીદાર આગેવાનોની ચૂંટણી લડવાની સંખ્યા વધવાના પણ સંકેત આપ્યા છે.

 

ADVERTISEMENT

AAPના મત તોડશે PAAS?
પાટીદાર નેતાની જાહેરાત બાદ સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જો કે તેમણે કોઈ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. પરંતું આ ટ્વીટ કરતા ગુજરાતનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. મહત્ત્વનું છે કે પાટીદાર અનામત આંદોલનને સાત વર્ષ પૂર્ણ થયા છે તેવા સમયે જ પાસના નેતા દ્વારા આ જાહેરાત કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. AAPને સુરત નગરપાલિકાની ચૂંટણીમાં પાટીદારોના પ્રભુત્વવાળી બેઠક પર ફાયદો મળ્યો હતો. એવામાં હવે PAAS ના જ ઉમેદવારો મેદાનમાં ઉતરશે તો મતોનું વિભાજન થઈ શકે છે. જેનું નુકસાન AAPને થઈ શકે છે.

ADVERTISEMENT

સુરતમાં પાટીદારોની તિરંગા પદ યાત્રાનું આયોજન
તો બીજી બાજુ અનામત માટે થયેલા પાટીદાર આંદોલનને 7 વર્ષ પૂર્ણ થતાં સુરતમાં તિરંગા પદ યાત્રા યોજાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. સુરતના કિરણ ચોક ખાતેથી રેલી પ્રસ્થાન થઈ હતી. આ તિરંગા યાત્રાની અગાઉ 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ તરીકે જાહેર કર્યો હતો. તો પાટીદાર અનામત આંદોલન સમયે શહિદ થયેલા લોકોના માનમાં 26 ઓગસ્ટને શહિદ દિન તરીકે જાહેર કર્યો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અને 28 ઓગસ્ટના રોજ ક્રાંતિ માટે પાટીદાર તિરંગા પદ યાત્રા યોજાઈ હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ એમ ત્રણેય પક્ષના કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને કોર્પોરેટર સહિતના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પાટીદાર પદ યાત્રામાં જોડાયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT