‘હાર્દિકે આંદોલનના નામે સમાજને છેતરીને 250 કરોડની સંપત્તિ બનાવી’, ચૂંટણી પહેલા PAAS ફરી સક્રિય

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS) રહી રહીને ફરી સક્રિય થયું છે. ગઈકાલે અમદાવાદમાં PAASના નેતાઓની એક બેઠક મળી હતી જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે હાર્દિક પટેલે આંદોલનના નામે સમાજને ગુમરાહ કર્યો છે અને પોતે 250 કરોડની સંપત્તિ બનાવી લીધી છે અને આજે પોતાના સ્વાર્થ માટે તે ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યો છે. સાથે જ તેમણે નવું સંગઠન બનાવીને ભાજપ વિરુદ્ધ વલણ અપવાવાની ચીમકી ઉચ્ચારી છે.

PAASએ ભાજપ વિરુદ્ધ લડતા પક્ષને આપ્યો ટેકો
અમદાવાદમાં યોજાયેલી PAASના આગેવાનોની બેઠકમાં સૌથી પહેલા આંદોલન સમયે મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. PAASના સભ્યએ નિલેશ એરવાડીયાએ કહ્યું કે, પાટીદાર અનામત આંદોલનમાંથી ઘણા લોકો ભાજપ સામે લડી રહ્યા છે. ભાજપ સામે અપક્ષ કે કોંગ્રેસથી લડતા તમામ પક્ષને ખુલ્લો ટેકો છે. ઘણા પરિવારોને હજુ ન્યાય મળ્યો નથી, સરકારો બદલાઈ ગઈ પરંતુ માગણીઓ પૂર્ણ થઈ નથી.

ADVERTISEMENT

હાર્દિક પટેલ પર કર્યા ગંભીર આક્ષેપ
ઉપરાંત તેમણે કહ્યું કે, PAASમાંથી ભાજપમાં ગયેલા હાર્દિક પટેલે EBC અપાવી નથી. લાખો યુવાનોએ કરેલી મહેનતના લીધે મળી છે. હાર્દિક પટેલે 250 કરોડની સંપત્તિ બનાવી છે. પાટીદાર અને PAASના કાર્યકરો વિરમગામમાં જઈના હાર્દિક પટેલનો વિરોધ કરશે. તેમણે વધુમાં કહ્યું કે, અમે ભાજપમાં ભળેલા તમામ PAASના લોકોનો વિરોધ કરીએ છીએ. અમારો સમાજ સમજદાર છે અને તેઓ ભરપૂર મતદાન કરશે.

વિરમગામમાં જઈ હાર્દિકનો વિરોધ કરવાની ચીમકી
નોંધનીય છે કે, ચૂંટણી પહેલા જ હાર્દિક પટેલનો વિરમગામ બેઠક પર જઈને વિરોધ કરવાની PAASના આગેવાનોની ચીમકીથી હાર્દિક સામે જીતના ચઢાણ વધુ કપરા થઈ જશે. વિરમગામ બેઠક પર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસની જીત થતી આવી છે. એવામાં આ નારાજગી હાર્દિકને ભારે પડી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT