ઔવેસીએ કોંગ્રેસના કટાક્ષનો જડબાતોડ જવાબ આપ્યો, કહ્યું- દરેક પાગલ વ્યક્તિ સામે પ્રતિક્રિયા ન અપાય
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કદાવર નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. આ દરમિયાન અસદુદ્દીન ઔવેસી પણ રાજ્યમાં આવ્યા…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કદાવર નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. આ દરમિયાન અસદુદ્દીન ઔવેસી પણ રાજ્યમાં આવ્યા છે. ત્યારે તેમણે ગુજરાતમાં AIMIM કેટલી બેઠકો જીતશે એનાથી લઈ જામા મસ્જિદ અંગેના ઓર્ડર સહિતના મુદ્દા પર મીડિયા સાથે વાતચીત કરી હતી. ત્યારે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કરી તેમણે જડબાતોડ જવાબ આપ્યો હતો.
કોંગ્રેસના કટાક્ષ મુદ્દે ઔવેસીનો હુંકાર
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ ઘણીવાર AIMIM અને ઔવેસી પર નિશાન સાધતી આવી છે. ત્યારે આ મુદ્દે ઔવેસીને સવાલ પૂછાયો ત્યારે તેમણે કહ્યું કે દરેક પાગલ વ્યક્તિનો જવાબ અમે ક્યાં આપી શકવાના છીએ. આવી રીતે સ્પષ્ટપણે ઔવેસીના જવાબ પરથી લાગ્યું કે તેમને કોંગ્રેસની ટિકા-ટિપ્પણીથી કોઈ ફેર પડતો નથી. તથા ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં તથા બેઠકો જીતવામાં તેઓ સ્પષ્ટપણે કાર્યરત હોવાનું જણાવ્યું છે.
ગુજરાતમાં ચૂંટણીનો માસ્ટર પ્લાન જણાવ્યો…
ઔવેસીએ જણાવ્યું કે AIMIMએ જ્યાં જ્યાં ઉમેદવાર ઉભા રાખ્યા છે ત્યાં તેઓ પોતાનું બેસ્ટ આપી રહ્યા છે. તેમના મત મુજબ પાર્ટી દ્વારા વધુમાં વધુ બેઠકો જીતી શકાય એના માટે કાર્યો હાથ ધરાયા છે. તથા આ વિધાનસભા ચૂંટણીમાં AIMIM કેટલી સીટ જીતશે એ મુદ્દે ઔવેસીએ કહ્યું કે અત્યારે તો પાર્ટી અને કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે. ચૂંટણીના પરિણામ આવશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ જ જશે. જોકે જામા મસ્જિદ અંગેના ઓર્ડર મુદ્દે ઔવેસીએ કહ્યું કે હું ફ્લાઈટમાં હતો એટલે મને જાણ નથી.
ADVERTISEMENT
With Input: કૌશિક કાંઠેચા
ADVERTISEMENT