400થી વધુ CNG પંપ ધારકો પ્રતિક હડતાળ પર, જાણો શું છે મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં આવેલા 400થી વધારે CNG પંપ આજે બંધ રહેશે. ગેસ કંપની દ્વારા સીએનજી પંપ સંચાલકોની માંગ સંતોષવામાં ન આવતા CNG પંપ સંચાલકોએ હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળને લઈને CNG વાહનધારકો અને રિક્ષા ચાલકોની એક દિવસ મુશ્કેલી વધશે.

આજે દક્ષિણ ગુજરાતના CNG પંપ માલિકો હડતાળ પર ઉતર્યા છે. કમિશન મુદ્દે સરકાર સામે વિરોધ વ્યક્ત કરવા CNG પંપ માલિકોએ હડતાળનું હથિયાર ઉગામ્યું છે. ગુજરાત ગેસના 400 જેટલા CNG પંપ સંચાલકોએ 24 કલાક માટે બંધ પાળ્યો છે. સરકારને વારંવાર રજૂઆત છતાં કમિશન ન વધારતા હવે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. જો કે આ હડતાળને લઈને CNG વાહનધારકો અને રિક્ષા ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગેસ કંપની સામે બાંયો ચઢાવી
સીએનજી પંપ સંચાલકો દ્વારા છેલ્લા દોઢેક વર્ષથી કમિશન રૂ1.25થી વધારવાની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ કંપની ટસની મસ થતી નથી. ત્યારે હવે CNG પંપધારકોએ ગેસ કંપની સામે બાંયો ચઢાવી છે. આજે એક દિવસ સીએનજી પંપ બંધ રાખી અને હડતાળ પર ઉતર્યા છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ‘લંકેશ’ અરવિંદ ત્રિવેદીના બંગલામાં ચોરી, તસ્કરો રામજીના આભૂષણો અને પૂજાનો કિંમતી સામાન ચોરી ગયા

આ માંગને લઈ ઉતર્યા હડતાળ પર 
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા વર્ષ 2017માં એગ્રીમેન્ટ કર્યા પછી પણ માર્જિન-કમિશનમાં વધારો કરવામાં ન આવતા પંપ સંચાલકો આ મામલે હડતાળ પાડવામાં આવી છે. CNGનું માર્જિન કંપની દ્વારા કોસ્ટ બેઝ ફોર્મ્યુલાથી નક્કી થતું હોય છે. જે દર બે વર્ષે CNG કંપની અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા રિટેલ એગ્રીમેન્ટ રીન્યુ કરવાના સમયે વેપારમાં થતાં ખર્ચને ધ્યાનમાં લઈને વધારવામાં આવે છે. માર્જિનમાં આ વધારો છેલ્લે 2017માં એગ્રીમેન્ટ સમયે કરાયો હતો. ત્યારબાદ આજ સુધી વધારો કરાયો નથી. પેટ્રોલિમય મિનિસ્ટર દ્વારા 01.12.2021થી માર્જીન વધારવાનો નિર્દેશ હોવા છતાં અત્યાર સુધી કંપનીઓને વારંવાર રજૂઆત કરવા છતાં માર્જીન વધારવામાં આવ્યું નથી. છેલ્લા દોઢ વર્ષથી સીએનજી પંપ ધારકોનું કમિશન રૂ 1.25થી વધારવાની માગ યથાવત રાખવામાં આવી હતી. પરંતુ ગેસ કંપની દ્વારા તેમની માગ નહીં સંતોષતા ફરી વાર CNG પંપ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

પંપ ધરકોમાં અસંતોષ
થોડા દિવસો અગાઉ ગુજરાત ગેસ કંપની લિ.ની ફ્રેન્ચાઈઝી ધરાવતા પંપ ધારકોની મિટિંગ મળી હતી.  જેમાં કંપની દ્વારા પંપ ધારકોની કરાતી સતત અવગણનાના મુદ્દે ચર્ચા થઈ હતી. જો કે આ બેઠક પડી ભાંગી હતી. પડતર માગણીના ઉકેલ લાવવામાં કરવામાં આવતા વિલંબ સામે પંપ ધારકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT