સુરતના હીરા વેપારીએ 1000 કર્મચારીઓને એવું દિવાળી બોનસ આપ્યું કે 25 વર્ષ સુધી લાઈટ બિલ નહીં આવે

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતની ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ્સના કામ સાથે સંકળાયેલી ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ દ્વારા દિવાળીમાં કર્મચારીઓને દર વર્ષે કાર-ઘર સહિતની ગિફ્ટ આપવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે 1 હજાર કર્મચારીઓને સોલર રૂફટોપ પેનલ્સ ભેટમાં આપવામાં આવી છે. આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇ પટેલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

કંપનીના 1 હજાર કર્મચારીઓને મળી દિવાળી ગિફ્ટ
કંપની દ્વારા કુલ 6 હજાર કર્મચારીઓમાંથી 1 હજાર કર્મારીઓને તેમના પરફોર્મન્સ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રૂફટોપ સોલાર ભેટમાં આપવામાં આવ્યા છે. જેથી આ કર્મચારીઓના ઘરનું લાઈટ બિલ શૂન્ય આવશે અને 25 વર્ષ સુધી તેમને લાઈટ બિલ પર કોઈ જાતનો ખર્ચ નહીં થાય.

ADVERTISEMENT

કેમ સોલર પેનલની ગિફ્ટ આપી?
આ અંગે SRK એક્સપોર્ટના ફાઉન્ડર તથા ચેરમેન ગોવિંદકાકાએ જણાવ્યું હતું કે, SRK કંપનીએ હંમેશા સમાજ અને પર્યાવરણને કંઈક પરત આપવા પ્રયાસ કર્યા છે. કંપનીની વિચારધારાએ SRKને વૈશ્વિક સ્તરે વિશ્વાસપત્ર અને સન્માનનીય લીડર બનવા સક્ષમ બનાવી છે.

ADVERTISEMENT

શહીદોના પરિવારજનોને પણ આપી સોલર પેનલ
નોંધનીય છે કે, ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ દ્વારા આ પહેલા પોતાના ગામમાં પણ સોલર પેનલ લગાવી હતી આ બાદ તેમણે શહીદ પરિવારોને પણ સોલર પેનલ ગિફ્ટમાં આપી હતી. આ બાદ કર્મચારીઓને પણ સોનર પેનલ દિવાળી ગિફ્ટમાં આપવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT