આંદોલન પૂર્વે આઉટસોર્સિંગ કર્મચારીઓ લાઈટ પંખો બંધ કરવાનું ભૂલી ગયા? અરજદારો અટવાતા થઈ જોવાજેવી…
હેતાલી શાહ/ખેડાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આંદોલનનું મોજુ સમગ્ર રાજ્યમાં ફરીવળ્યું છે. આ દરમિયાન સરકાર સામે કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને ધરણા પ્રદર્શનનું શસ્ત્ર ઉગામી રહ્યા…
ADVERTISEMENT
હેતાલી શાહ/ખેડાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આંદોલનનું મોજુ સમગ્ર રાજ્યમાં ફરીવળ્યું છે. આ દરમિયાન સરકાર સામે કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને ધરણા પ્રદર્શનનું શસ્ત્ર ઉગામી રહ્યા છે. તેવામાં આઉટ સોર્સિંગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, પરંતુ તેઓ કચેરીની લાઈટો તથા પંખા બંધ કરવાનું જ ભૂલી ગયા છે. ઉલ્લેખનીય છે કે એકબાજુ તેઓ હડતાળ પર છે ત્યારે બીજી બાજુ અરજદારોને ધક્કા ખાવા પડે છે. નોંધનીય છે કે પંખા ચાલુ રહી જતા લોકોએ અલગ મુદ્દો જ ઉઠાવ્યો હતો. સ્થાનિકોએ સરકારી નાણાનો વ્યય થતો હોવાનું જણાવ્યું હતું.
આઉટસોર્સિંગ કર્મીઓનો ઉગ્ર વિરોધ
ખેડા જિલ્લામાં આઉટસોર્સિંગ અધિકારીઓ પોતાની પડતર માગણીને સંતોષવા માટે અચોક્કસ સમયની હડતાળ પર ઉતરી ગયા છે. તેવામાં નડિયાદ કલેક્ટર કચેરી નજીક આવેલા સર્કિટ હાઉસ ખાતે આજે સોમવારે એકઠા થઈ વિવિધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ જેવી કે માનદ વેતન, આટસોર્સિંગ એજન્સી દૂર કરી ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ પર લેવા સહિતની
ADVERTISEMENT
- માંગણીઓને લઇને વિરોધ નોંધાવી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે.
- કર્મચારીઓ લાઈટ પંખા બંધ કરવાનું ભૂલી ગયા
આઉટસોર્સિંગ કર્મચારીઓ હડતાળ પર જતા રહ્યા હતા. પરંતુ નડિયાદ કલેકટર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં જ્યાં કર્મચારીઓ બેસે છે તે કચેરીમા લાઈટ પંખા ચાલુ જોવા મળ્યા હતા. એટલે કે કર્મચારીઓ વગર જ કચેરીમાં લાઈટ પંખા ચાલુ નજરે પડતા વિવિધ સવાલો સામે આવ્યા છે. નોંધનીય છે કે આનાથી સરકારી નાણાનો દુરુપયોગ થતો હોવાનું પણ જનતામાં ચર્ચાઈ રહ્યું છે.
ADVERTISEMENT
અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો..
ADVERTISEMENT
- આઉટસોસિંગ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં કલેકટર કચેરીમાં આવેલું જન સેવા કેન્દ્ર સુમસાન થઈ ગયું છે.
- જન સેવા કેન્દ્રમાં થતી તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.
- કચેરીની તમામ પ્રકારની કામગીરી ઠપ્પ થઈ જતા કચેરીમાં આવતા અરજદારોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો.
- કલેકટરની ગાડીના ડ્રાઈવર પણ હડતાળ પર ઉતરી ગયા હોવાના કારણે પ્રાઇવેટ ડ્રાઈવર નિમવાની જરૂર પડી છે.
મહત્ત્વનું છે કે ચૂંટણી આવતા સંગઠનો સમાજ અને કર્મચારીઓ સરકારને ઘેરવા માટે ઘણા પ્રદર્શન અને હડતાળનું શસ્ત્ર ઉગામી રહ્યા છે. ત્યારે ચૂંટણી નજીક હોવાથી સરકાર આ કર્મચારીઓની માંગણીને સ્વીકારે છે કે નહીં એ જોવા જોવું રહેશે…
ADVERTISEMENT