‘આપણી ત્રીજી-ચોથી પેઢી PM નરેન્દ્ર મોદીના સુવર્ણકાળ વિશે અભ્યાસ કરશે’, કેન્દ્રિય મંત્રી માંડવિયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુવર્ણ કાળ” ભવિષ્યમાં ઇતિહાસના અભ્યાસક્રમનો ભાગ બનશે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓ નરેન્દ્ર મોદીના પાઠ ભણતા હશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે આવું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભાવિ પેઢીઓ ગર્વ લેશે કે તેમના પિતા અને વડવાઓ મોદી અને તેમની સરકારના સમર્થક હતા. શું આપણે ઈતિહાસમાં ચંદ્રગુપ્ત મૌર્યના સુવર્ણકાળનો અભ્યાસ નહોતા કરતા. જ્યારે હું અભ્યાસ કરતો હતો ત્યારે તે અભ્યાસક્રમનો ભાગ હતો અને તે હજુ પણ શીખવવામાં આવે છે. આપણી નવી પેઢી – હવેથી ત્રીજી અને ચોથી પેઢી – જ્યારે તેઓ ભારતનો રાજકીય ઈતિહાસ શીખશે, ત્યારે તેઓ નરેન્દ્ર મોદીના સુવર્ણકાળ વિશે અભ્યાસ કરશે,”

2023ના બજેટ વિશે CA સ્ટુડન્ટ સાથે સંવાદ કર્યો
ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સમાં કેન્દ્રીય બજેટ 2023-24 વિશે બોલતા માંડવિયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના સુવર્ણ કાળમાં કયા પ્રકારના આર્થિક સુધારા થયા હતા; તેમાં કોવિડ-19 મેનેજમેન્ટ, દેશની વધતી અર્થવ્યવસ્થા, સર્જીકલ સ્ટ્રાઈક, વિદેશ નીતિ અને વિશ્વભરમાંથી ભારતની પ્રશંસા કરતા અવતરણોના સંદર્ભો હશે”.

આગામી પેઢીને આપણા પર ગર્વ થશે
તેમણે વિદ્યાર્થીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને કહ્યુંકે “તે સમય દરમિયાન, તેઓ (ભવિષ્યની પેઢીઓ)ને ગર્વ અનુભવશે કે અમારા પિતા અને વડવાઓ મોદીના સમર્થક હતા અને મોદી સરકાર સાથે જોડાયેલા હતા. નવા ભારતના નિર્માણ માટે આપેલા યોગદાનને ભવિષ્ય દ્વારા યાદ કરવામાં આવશે.

ADVERTISEMENT

કેન્દ્રીય મંત્રીએ દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની તેમની તાજેતરની મુલાકાત વિશે કહ્યું, “થોડા દિવસો પહેલા મેં દાવોસમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું… ભારત સરકારના પ્રતિનિધિ તરીકે આ ચોથી વખત હતો. હું પહેલી વાર ગયો હતો, ત્યારે મંત્રણામાં ભારત માત્ર થોડા જ સ્થળોએ દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે હું ત્રીજી વખત ગયો હતો, ત્યારે ચર્ચા કોવિડ -19 રોગચાળા દરમિયાન ભારતના શ્રેષ્ઠ સંચાલનની આસપાસ ફરતી હતી અને આ વખતે, ચર્ચા ભારત શ્રેષ્ઠ રોકાણ સ્થળ હોવા પર હતી.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT