Oscars 2024: ઝારખંડના નાનકડા ગામની કહાની પહોંચી OSCARS, ન્યાયની સંઘર્ષગાથા પર આધારિત છે ડોક્યુમેન્ટરી
Nisha Pahuja દ્વારા દિગ્દર્શિત ‘To Kill A Tiger’ને Oscars 2024 માં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી માટે નોમિનેટ કરવામાં આવી આ ફિલ્મ 13 વર્ષની પુત્રીનું જાતીય શોષણ થયું…
ADVERTISEMENT
- Nisha Pahuja દ્વારા દિગ્દર્શિત ‘To Kill A Tiger’ને Oscars 2024 માં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી માટે નોમિનેટ કરવામાં આવી
- આ ફિલ્મ 13 વર્ષની પુત્રીનું જાતીય શોષણ થયું છે તેના ન્યાયની સંઘર્ષગાથા છે
- 96મા વાર્ષિક એકેડેમી એવોર્ડ્સ 10 માર્ચે જાહેર થશે, જેનું આયોજન જીમી કિમેલ દ્વારા કરવામાં આવ્યું છે
Oscars 2024 nominations: તાજેતરમાં જ ફિલ્મો અને કલાકારોને 96મા એકેડેમી એવોર્ડ્સ (Oscars 2024) માટે નામાંકિત કરવામાં આવ્યા છે. જેમાં ભારત માટે ગર્વની વાત છે કે ઝારખંડની એક સગીર છોકરી પર આધારિત ડોક્યુમેન્ટ્રી ‘To Kill A Tiger’ પણ નોમિનેટ થઈ છે.
ડોક્યુમેન્ટ્રી ‘To Kill A Tiger’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. જ્યારે ક્રિસ્ટોફર નોલાનની ‘ઓપેનહીમર’ને વિવિધ કેટેગરીમાં 13 નોમિનેશન મળ્યા છે. પુઅર થિંગ્સ, બાર્બી અને કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂનને પણ નોમિનેશન મળ્યું છે.
Oscars 2024 ના એવોર્ડની જાહેરાત 10 માર્ચે કરવામાં આવશે
ઝારખંડની એક સગીર છોકરી પર આધારિત ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે. Oscars 2024 માટે નોમિનેશનની યાદી બહાર પડ્યા બાદ હવે લોકોએ વિજેતાઓ માટે થોડા દિવસો રાહ જોવી પડશે. Oscars 2024ના વિજેતાઓની જાહેરાત 10 માર્ચે કરવામાં આવશે.
ADVERTISEMENT
શું છે ‘To Kill A Tiger’ ની સ્ટોરી
ડોક્યુમેન્ટ્રી ‘To Kill A Tiger’ ઝારખંડની એક સગીર છોકરીની દુઃખદ કહાની પર આધારિત છે. આ ફિલ્મ ભારતીય-કેનેડિયન ફિલ્મ નિર્માતા Nisha Pahuja દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરી વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 13 વર્ષની સગીર છોકરી પર સામૂહિક બળાત્કારની ઘટના પર આધારિત છે. બળાત્કારની આ ઘાતકી ઘટના બાદ છોકરીનો પરિવાર ન્યાયની શોધમાં ભટકી રહ્યો છે. બાળકીના પિતા પોતાની પુત્રીને ન્યાય અપાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ ફિલ્મ ન્યાય માટે પરિવાર અને છોકરી દ્વારા કરવામાં આવેલ સંઘર્ષને દર્શાવે છે.
ADVERTISEMENT
Oscar 2024-Nominations for Best Documentary Feature Film
ADVERTISEMENT
-To Kill a Tiger
-Bobi Wine: The People’s Representative
-Four Daughters
-The Eternal Memory
-20 Days in Mariapol
-Bobi Wine: The People’s President
ADVERTISEMENT