‘કામચલાઉ રીપેર કરીને બ્રિજ ખોલી નાખીશું’, OREVAનો પત્ર સામે આવ્યો, રીપેરિંગ માટે કોઈ સામાન નહોતો ખરીદ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: મોરબીમાં થયેલી ભયંકર દુર્ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. ઓરેવા કંપની, જેણે રિનોવેશન કર્યો તે કંપની પર પણ ઘણા આરોપો ઉઠ્યા છે. હવે તે આરોપો વચ્ચે ઓરેવા કંપનીનો એક લેટર સામે આવ્યો છે, જે મોરબીના કલેક્ટરને લખવામાં આવ્યો હતો. આ લેટરમાં કહેવાયું હતું કે, જો ઓરેવા કંપનીને બ્રિજનો કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે તો પુલનું રીપેરિંગ નહીં થઈ શકે. ઓરેવા કંપની તરફથી બે વર્ષ પહેલા 20 ઓગસ્ટ 2020ના રોજ મોરબીના કલેક્ટરને આ પત્ર લખવામાં આવ્યો હતો.

આ પત્રમાં ઓરેવાએ લખ્યું હતું કે, જો કંપનીને મોરબીના સસ્પેન્શન બ્રિજનો કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે તો આવી સ્થિતિમાં તે યોગ્ય રીતે રીપેર નહીં થઈ શકે. માત્ર કામચલાઉ કામ કરવામાં આવશે.

લેટરમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે, જો માત્ર રિપેરિંગનું જ કામ થવાનું હોય તો આવી સ્થિતિમાં કંપની કોઈપણ મટીરીયલ અથવા સામાન રીનોવેશન માટે ઓર્ડર કરશે નહીં. શરત એવી રાખવામાં આવી હતી કે જ્યાં સુધી કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળે, કામ પૂરું કરવામાં નહીં આવે. ઓરેવા કંપનીના પત્રમાં આ સ્પષ્ટ લખ્યું છે કે તે માત્ર કામચલાઉ રીપેર કરીને જ આ બ્રિજને ખોલી દેશે.

આ લેટર સામે આવ્યા બાદ ઘણા પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. શું કાયમી કોન્ટ્રાક્ટ નહીં મળવાના કારણે ઓરેવાએ પોતાનું કામ યોગ્ય રીતે નથી કર્યું? જે પ્રકારના મટીરિયલનો ઉપયોગ થવાનો હતો, રીપેરિંગમાં જે વસ્તુઓની જરૂર હતી, શું તેને નજરઅંદાજ કરવામાં આવી? જે પત્ર સામે આવ્યો છે, તે મોરબીના કલેક્ટરથી લઈને ઓરેવા કંપની સુધી બધાને શંકાના સ્થાને મૂકે છે.

ADVERTISEMENT

કોન્ટ્રાક્ટને લઈને નારાજગી કે બેદરકારી?
અહીં એ સમજવું પણ જરૂરી છે કે પહેલા ઓરેવા કંપનીએ મોરબીના કલેક્ટર સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં પણ આ જ કેબલ બ્રિજની ડીલ પર ચર્ચા થઈ હતી. આ બાદ જ કલેક્ટરને આ પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં એ વાતને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે કે ક્લેક્ટર કંપનીને કાયમી કોન્ટ્રાક્ટ નથી આપી રહ્યા.

મોરબી દુર્ઘટનાની વાત કરીએ તો તેમાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા, જેમની મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ વચ્ચે ગઈકાલે જ વડાપ્રધાને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત કરી હતી. તેમના તરફથી ઘટનાસ્થળની પણ મુલાકાત લેવામાં આવી હતી. બાદમાં એક હાઈ લેવલ મીટિંગ થઈ જેમાં PMએ ઘટનામાં વિસ્તૃત તપાસના આદેશ આપ્યા હતા.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: રાજેશ આંબલિયા)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT