વિપક્ષનેતા સુખરામ રાઠવાએ કર્યું મતદાન, ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ
નરેન્દ્ર પેપરવાલા , નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારી ચાલી રહી હતી આજે બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. બીજા તબક્કાની…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા , નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારી ચાલી રહી હતી આજે બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને છે. આ ઉપરાંત બંને તબક્કાનું મતદાન નક્કી કરશે કે ગુજરાતની સત્તાનું સિંહાસન કોણ સંભાળશે. ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે આ દરમિયાન વિપક્ષ નેતા સુખરામ રાઠવા મતદાન કર્યું છે. મતદાન બાદ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. સુખરામ રાઠવાએ કહ્યું કે, ભાજપ ડરાવવાની રાજનીતિ કરી રહી છે. ભાજપ સરકાર દ્વારા લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે.
એક તરફ ગુજરાતમાં મતદાનને લઈ તડામાર તૈયારી ચાલી રહી છે. ગુજરાતની ચૂંટણી પૂર્ણ થવાને હવે કલાકો ગણાઈ રહી છે. આ દરમિયાન વિપક્ષનેતા સુખરામ રાઠવાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. સુખરામ રાઠવાએ ભાજપ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ ડરાવવાની રાજનીતિ કરી રહી છે. ભાજપ સરકાર દ્વારા લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે.લોકોને ધમકી આપવા આવી છે
મોરબી ઘટના પર સરકારને ઘેરી
મોરબી ઘટનાને લઈ ભાજપને ઘેરતા વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કહ્યું કે, અનંત પટેલ પર હુમલો થયો પણ કંઈ થયું નહીં. મોરબી અકસ્માતમાં માત્ર આદિવાસી મજૂર ઝડપાયો હતો. અમારા દાતા ઉમેદવારનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેની તપાસ થવી જોઈએ. અમારી સરકાર બનશે અને ગુનેગારને સજા થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT