અમદાવાદમાં AAPના ઉમેદવારને થયો કડવો અનુભવ, ચૂંટણી પ્રચારમાં જતા લોકોએ હુરીયો બોલાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, આ સાથે જ ઉમેદવારોએ પણ પોત પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરૂ કરી દીધો છે. તાજેતરમાં જ અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને પોતાના વોર્ડમાં પ્રચાર દરમિયાન વિરોધનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે હવે AAPના ઉમેદવારને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. દાણીલીમડા બેઠકના AAPના ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

AAPના ઉમેદવારનો દાણીલીમડામાં વિરોધ
રવિવારે દાણીલીમડામાં ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ કાપડિયાનો વિરોધ કરીને કોંગ્રેસના નારા લગાવ્યા હતા. ઢોલ-નગારા લઈને પહોંચેલા AAPના કાર્યકર્તાઓ અને ઉમેદવાર પાર્ટીની પત્રિકાઓ લોકોને વહેંચી રહ્યા હતા. લઘુમતિ વિસ્તારમાં તેમનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોઈ વ્યક્તિએ પત્રિકા હાથમાં લીધી નહોતી અને રીતસરનો હુરીયો બોલાવીને કોંગ્રેસના નારા લગાવ્યા હતા, જે બાદ દિનેશ કાપડિયા ત્યાંથી નીકળી ગયા હતા.

બે દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ થયો હતો
નોંધનીય છે કે, આ પહેલા દાણીલીમડામાં જ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનો પણ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. એક કાર્યક્રમમાં લોકોએ જ ધારાસભ્યને પાંચ વર્ષમાં ક્યારેય ન દેખાયા હોવાનું કહી દીધું હતું આ બાદ ધક્કે પણ ચડાવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જોકે કડવો અનુભવ થતા શૈલેષ પરમાર ત્યાંથની નીકળી ગયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT