ગતિશીલ ગુજરાતમાં લીલા અફીણનો કાળો કારોબાર, પોલીસે દરોડો પાડી 1014 છોડ જપ્ત કર્યા
શાર્દૂલ ગજ્જર, પંચમહાલ: ગુજરાત ધીમે ધીમે નશાના કાળા કારોબારનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. મોરવા હડફ તાલુકામાં આવેલ ભંડોઈ ગામે પોતાના…
ADVERTISEMENT
શાર્દૂલ ગજ્જર, પંચમહાલ: ગુજરાત ધીમે ધીમે નશાના કાળા કારોબારનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. મોરવા હડફ તાલુકામાં આવેલ ભંડોઈ ગામે પોતાના ભોગવટાના ખેતરમાં એક ઈસમ અફીણના છોડનું વાવેતર કરી રહ્યાની બાતમી એસઓજી શાખા પંચમહાલને મળી હતી. બાતમી વાળી જગ્યાએ રેડ કરતા અફીણના છોડ સહિત 76 હજારના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
રાજ્યમાં અનેક જગ્યાએ અફીણનું વાવેતર પકડી પાડવામાં આવી છે ત્યારે મોરવાહડફમાં પોલીસે આ મામલે સપાટો બોલાવ્યો છે. મોરવાહડફમાં અફીણના વાવેતર સામે પોલીસે લાલલ આંખ કરી છે. મોરવા હડફ તાલુકામાં ભંડોઇ ગામે આવેલા રામદેવ ફળિયામાં રહેતા લાલુભાઇ પ્રતાપભાઈ મકવાણા પોતાના ખેતરમાં અફીણના છોડનું વાવેતર કરી રહ્યાની પોલીસને મળી હતી. જેના આધારે એસ.એસ.જી ની ટીમ સહિત મોરવા હડફ પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા લાલુભાઈ પ્રતાપભાઈ મકવાણા ખેતરમાંથી વનસ્પતિજન્ય લીલા અફીણના છોડ મળી આવ્યા હતા.
આ પણ વાંચો: ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સુરતના તંત્ર સામે આંદોલન કરશે? જાણો કેમ
ADVERTISEMENT
અફીણના 1014 છોડ ઝડપાયા
પોલીસને મળેલી સફળતામાં વનસ્પતિજન્ય લીલા અફીણના છોડ નંગ 1014 જેનું કુલ વજન 25.490 કિલોગ્રામ જેની કિંમત 76,470 ના મુદ્દામાલ પોતાના ખેતરમાં અફીણના છોડના વાવેતર કરતા એસ.ઓ.જી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા એસઓજી પોલીસે લાલુભાઇ પ્રતાપભાઈ મકવાણાની અટકાયત કરી વધારે તપાસ હાથ ધરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT