વિદેશથી આવેલો વધારે એક વ્યક્તિ કોરોના પોઝિટિવ, USA થી આવ્યો હતો શખ્સ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ખેડા : કોરોનાના નવા વેરીયન્ટે ચિંતા વધારી છે, એવામાં થોડા દિવસ પહેલા જ ખેડા જિલ્લામાં 1 કેસ કોરોનાનો હતો. પરંતુ આજે તે રીકવર થયો તો અન્ય એક કેસ સામે આવ્યો છે. નડિયાદ તાલુકાના ચકલાસીમાં USAથી આવેલા એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હડકંપ મચ્યો છે.

આરોગ્ય તંત્ર દ્વારા 33 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા
જેને લઇ આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ સંદર્ભે 33 જણના સેમ્પલ લેવામાં આવ્યા છે, આમ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દી જોવા મળી રહ્યો છે. એન.આર.આઈનુ હબ ગણાતા ચરોતરમા હાલ વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એવામાં કોરોનાએ ખેડા જિલ્લામાં પણ ધીમે ધીમે માથું ઉચકવાનું શરૂ કર્યું છે.

વિદેશથી આવતા લોકોમાં મધ્યગુજરાત સૌથી વધારે
ખાસ કરીને વિદેશથી આવતા લોકો કોરોના પોઝીટીવ આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા એક વિદેશમાંથી આવેલો વ્યક્તિ કોરોના પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ નડિયાદ તાલુકાના ચકલાસીમાં રહેતા અને યુએસએથી આવેલા એક વ્યક્તિને બોમ્બે એરપોર્ટ પર કોરોનાની તપાસ કરાવતા તેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. આની જાણ ખેડા જિલ્લા આરોગ્ય તંત્રને કરવામાં આવી હતી.

ADVERTISEMENT

દર્દી એરપોર્ટથી ચકલાસી ગામ સુધી પહોંચ્યો
જેથી આરોગ્ય તંત્રએ કામગીરી શરૂ કરી દીધી છે. આ દર્દી ચકલાસીમાં આવી ગયો છે. જેથી આ વ્યક્તિના સંપર્કમાં આવનાર 33 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ લેવાયેલા લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે. જિલ્લામાં છેલ્લા પખવાડિયામાં આ બીજા દર્દીને લઈ આરોગ્યતંત્ર એ કામગીરી શરૂ કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT