એક સમયે ગુજરાતમાં સાંજે જમવાના સમયે પણ લાઈટ નહોતી, આજના યુવાઓને ખબર નહીં હોય: PM

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જેમાં સુરત બાદ આજે બપોરે તેઓ ભાવનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વધુ એક રોડ શો કર્યો હતો. આ બાદ તેમણે 5200 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યા અને બાદમાં જનસભાને સંબોધી હતી.

વડાપ્રધાન ભાવનગરની માફી માગી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સૌથી પહેલા તો મારે ભાવનગરની ક્ષમા માગવી છે. હું ભૂતકાળમાં ક્યારેય આટલા બધા સમય પછી ભાવનગર આવ્યો હોય એવી આ પહેલી ઘટના છે. વચ્ચે આવી ન શક્યો એટલા માટે ક્ષમા માગું છું. છતાય આજે તમે જે આશીર્વાદ વરસાવ્યો છે. પ્રેમ વરસાવ્યો છે તેને હું ક્યારેય નહીં ભૂલી શકું. આજે મારી ભાવનગરની મુલાકાત વિશેષ છે. ભાવનગર પોતાની સ્થાપનાના 300 વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે. 300 વર્ષની પોતાની યાત્રામાં ભાવનગરે સતત વિકાસ કર્યો. સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની રહ્યું છે.

ભાવનગરમાં મોદીએ ગાઠીયા યાદ કર્યા
ભાવનગરમાં વડાપ્રધાન મોદીએ ગાઠીયા અને પેંડાને યાદ કર્યા હતા. તેમણે કહ્યું, હું મોડેથી આવ્યો પણ ખાલી હાથ નથી આવ્યો, પાછલા વર્ષોનું બાકી હતું એ પણ લઈને આવ્યો છું. આમ તો ભાવનગરનો મારા પર અધિકાર છે. તમે ભાવનગર આવો અને નરસિંહ બાવાના ગાંઠિયા, દાસના પેંડાના યાદ અને જ્યારે ગાઠિયા યાદ કરું તો મને મારા હરીસિંહ દાદા યાદ આવે. વર્ષો પહેલા હું નાનો કાર્યકર્તા તરીકે મને ગાઠીયા ખાવાનું કોઈએ શીખવાડ્યું હોય તો એ હરીસિંહ દાદાએ શીખવાડ્યું. જ્યારે અમદાવાદ આવે ત્યારે ગાઠીયા લેતા આવે અમે સંઘ કાર્યાલયમાં રહીએ અને અમારી ચિંતા કરે. આજે ભાવનગર આવું, હમણા તો નવરાત્રીનું વ્રત ચાલે એટલે બધુ નકામું. છતાં ભાવનગરના ગાઠીયા દેશ અને દુનિયામાં વખણાય એ મોટી વાત છે.

ADVERTISEMENT

ભાવનગરમાં કરોડોના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કર્યું
તેમણે કહ્યું, કરોડોના પ્રોજેક્ટના શિલાન્યાસ અને ખાતમુહૂર્ત થયું છે આ પ્રોજેક્ટ ભાવનગરને શસક્ત કરશે, ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડશે, આત્મનિર્ભર ભારતને વેગ આપશે. ભાવનગરની ઓળખ વધુ સમૃદ્ધ થશે. જ્યારે પણ ભાવનગર આવ્યો ત્યારે એક વાત કહેતો રહ્યો છું. પાછલા અઢી દાયદામાં સુરત, અમદાવાદની ચર્તા રહી છે જે રાજકોટ, જામનગર અને ભાવનગરની રહેવાની છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધિને લઈને મારો વિશ્વાસ એટલે માટે પ્રગાઢ રહ્યો છે કારણ કે અહીં ઉદ્યોગ, ખેતી અને પર્યટન માટે અભૂતપૂર્વક સંભાવના છે. આજનો કાર્યક્રમ આ જ દિશામાં ઝડપથી આગળ વધતી ડબલ એન્જિન સરકારના પ્રયાસોનું પૂરાવો છે.

ADVERTISEMENT

એક સમયે સાંજે જમતા સમયે પણ લાઈટો નહોતી
વડાપ્રધાને ઉમેર્યું કે, ગુજરાત અને દેશની ઉર્જા માટે જે પણ જોઈએ તેના માટે આ વિસ્તાર આજે ઉર્જાનો હબ બની રહ્યું છે. હવે તો સૌર ઉર્જાના પણ અનેક પ્રોજેક્ટ્સ આ વિસ્તારમાં લાગી રહ્યા છે. એક સમય હતો, આજે 20-22 વર્ષના હશે તેમને ખબર પણ નહીં હોય. આપણા ગુજરાતમાં એક સમય હતો. સાંજે ખાવાનું ખાતા સમયે લાઈટ આવી જાય તો ખુશીનો દિવસ હતો. હું મુખ્યમંત્રી બન્યો ત્યારે પહેલા દિવસે જ લોકો કહેતા સાંજે ખાતા સમયે લાઈટ મળે એવું તો કરો. એ બધા દુઃખવાળા દિવસો જતા રહ્યા. આજે અહીં પર્યાપ્ત વિજળીના કારણે વેપારના અવસર બની રહ્યા છે.

ADVERTISEMENT

વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીનો લાભ ભાવનગરને મળશે
વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીનો લાભ સૌથી પહેલો અને સૌથી વધુ લાભ ભાવનગરને મળશે એવું મારું માનવું છે. અલંગ પાસે તેની જાણકારી છે, એવામાં જહાજોની સાથે સાથે નાના વાહનોની સ્ક્રેપિંગનું પણ આ દેશનું મોટું સેન્ટર બની શકે છે.

 

    follow whatsapp

    ADVERTISEMENT