વંદે ભારત ટ્રેનને સતત બીજા દિવસે નડ્યો અકસ્માત, કોઈ મોટું નુકશાન નહિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ, નડિયાદ: ગુજરાતમાં રસ્તા પર પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો ત્યારે હવે ટ્રેનને પણ રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરના રોજ લીલી ઝંડી આપી છે. આ દરમિયાન છેલ્લા બે  દિવસમાં વંદે ભારત ટ્રેન સાથે બીજી વાર રખડતાં પશુ અથડાયા છે.

રેલવે અધિકારીઓ સાથેની વાતચીત મુજબ, કંજરી-બોરિયાવી અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે ગાંધીનગર કેપિટલ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત ટ્રેન નંબર 20902 આ ટ્રેનથી એક ઢોર અડફેટે આવ્યું હતું. અને ટ્રેન પણ તરત જ રવાના થઈ ગઈ હતી, પરંતુ આ ટ્રેન હવે 11 મિનિટ મોડી દોડી રહી છે.

વંદે ભારત એક્સપ્રેસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરના લીલી ઝંડી આપી હતી. ગાંધીનગરથી મુંબઇ જતી આ સેમી સુપર ફાસ્ટ ટ્રેન માત્ર 5 કલાક જેટલા ટુંકા ગાળામાં ગાંધીનગરથી મુંબઇ પહોંચી જાય તે પ્રકારે અપગ્રેડ કરવામાં આવી છે. આ ટ્રેનને ભારતની સેમી બુલેટટ્રેન ગણાવવામાં આવે છે . જો કે આ ટ્રેનને સંચાલિત કરવા માટેના કેટલાક પડકારો પણ છે જે આજે વંદેભારત એક્સપ્રેસને સામનો કરવો પડ્યો હતો.

ADVERTISEMENT

મુસાફરો સુરક્ષિત
કંજરી-બોરિયાવી અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે વંદેભારત એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. ગાય અથડાવાને કારણે વંદે ભારત ટ્રેનને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. જો કે સામાન્ય નુકસાન હોવાના કારણે ટ્રેન વ્યવહાર 11 મિનિટ જેટલો સમય થોભાવાઇ હતી. ત્યાર બાદ તમામ ચેકિંગ કર્યા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે પુષ્ટિ કરી કે, “ટ્રેનના આગળના ભાગમાં એક નાનો ખાડો પડ્યો છે,” અને તમામ મુસાફરો સુરક્ષિત છે.

    follow whatsapp

    ADVERTISEMENT