જનાદેશ 2022: ખંભાળિયા બેઠક પર ઈસુદાન ગઢવી છઠા રાઉન્ડમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારથી નીકળ્યા આગળ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર, જામનગર: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવી ખંભાળિયાની સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. ત્યારે છઠા  રાઉન્ડ બાદ બીજા રાઉન્ડની મતગણતરી બાદ ઈસુદાન ગઢવી ભાજપ અને કોંગ્રેસના ઉમદવારોથી  આગળ ચાલી રહ્યા છે. તેઓ 6041 વોટથી આગળ ચાલી રહ્યા છે. ઈસુદાન ગઢવીને છઠા રાઉન્ડના અંતે 18998 મત મળ્યા છે.

ઇસુદાન ગઢવી આગળ
ગુજરાત વિધાનસભાની 81 નંબરની બેઠક ખંભાળિયામાં આ વખતે ભારે રસાકસીની સ્થિતિ જોવા મળી રહી છે. ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના વિક્રમ માડમને છઠા રાઉન્ડના અંતે 12957 અને ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાને 11694  વોટ મળ્યા હતા. એવામાં બીજા રાઉન્ડમાં પણ સ્પષ્ટ રીતે ઈસુદાન આગળ છે, ત્યારે હવે EVMમાં ઉમેદવારોએ પસંદગીનો કળશ કોના પર ઢોળ્યો છે તેના પર સૌ કોઈની ખાસ નજર રહેશે.

ADVERTISEMENT

આ બેઠક છે ખાસ
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી ચહેરો જાહેર કરી દીધો છે. આ સાથે જ  ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રી ચહેરો જાહેર કરવામાં આવ્યો છે. ઇસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી લડી રહ્યા છે. ત્યારે  આ બેઠક ખાસ માનવામાં આવી રહી છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT