પોતાની શાળાના શિક્ષકનું નિધન થતા PM મોદી ભાવુક થયા, કહ્યું- હું ઘણો વ્યથિત છું
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને ભાજપ અંતિમ ઓપ આપી રહ્યું છે. અત્યારે ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે આ દરમિયાન દુઃખદ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને ભાજપ અંતિમ ઓપ આપી રહ્યું છે. અત્યારે ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે આ દરમિયાન દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન મોદીની શાળાના શિક્ષક રાસબિહારી મણિયારનું નિધન થઈ ગયું છે. PM મોદીએ ટ્વીટ કરીને તેમના શિક્ષકને શ્રદ્ધાંજલી આપી હતી. આની સાથે તેમણે કહ્યું કે આ સમાચાર સાંભળી ઘણો વ્યથિત થઈ ગયો છું.
PM મોદીએ શિક્ષકને શ્રદ્ધાંજલી પાઠવી
વડાપ્રધાન મોદીને શાળામાં જે શિક્ષકે અભ્યાસ કરાવ્યો તેમનું નિધન થઈ ગયું છે. શિક્ષક રાસબિહારી મણિયારના નિધનના સમાચાર સામે આવતા જ PM મોદી ભાવુક થઈ ગયા છે. તેમણે ટ્વિટ કરીને પોતાના શિક્ષકને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના….
ૐ શાંતિ: || pic.twitter.com/Fazj1uMEin
— Narendra Modi (@narendramodi) November 27, 2022
ADVERTISEMENT
વડાપ્રધાને મોદીએ કહ્યું કે મારા જીવનના ઘડતરમાં શિક્ષકનો અમૂલ્ય ફાળો છે. અત્યારે હું જીવનના જે પડાવ સુધી પહોંચ્યો છું ત્યાં સુધી તેઓ મારી સાથે જોડાયેલા રહ્યા હતા. એક વિદ્યાર્થી તરીકે મને એ વાત નો સંતોષ છે કે જીવનભર મારા શિક્ષકનું મને માર્ગ દર્શન મળતું રહ્યું.
ADVERTISEMENT