ચૂંટણી પ્રચાર માટે બનેલા BJPના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ વીડિયો પોસ્ટ થયા, મહિલા નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા
સુરેન્દ્રનગર: હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભાના વોટ્સએપ ગ્રુપમાં બિભત્સ ફોટો-વીડિયો પોસ્ટ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. 64 ધ્રાંગધ્રા વિધાનસભાના આ ગ્રુપમાં ભાજપના નેતાઓની સાથે મહિલા નેતાઓ…
ADVERTISEMENT
સુરેન્દ્રનગર: હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભાના વોટ્સએપ ગ્રુપમાં બિભત્સ ફોટો-વીડિયો પોસ્ટ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. 64 ધ્રાંગધ્રા વિધાનસભાના આ ગ્રુપમાં ભાજપના નેતાઓની સાથે મહિલા નેતાઓ પણ એડ છે. ચૂંટણી સમયે પાર્ટીના પ્રચાર અને પ્રસાર માટે વપરાતા વોટ્સએપ ગ્રુપમાં આ પ્રકારના બિભત્સ વીડિયો વાઈરલ થતા નેતાઓની સાથે મહિલા નેતાઓ પણ ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાયા હતા.
વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે ગ્રુપ બનાવાયું હતું
વિગતો મુજબ, વિભાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે બનાવાયેલા વોટ્સએપ ગ્રુપમાં કોઈ વ્યક્તિ દ્વારા અશ્લિલ વીડિયો પોસ્ટ કરી દેતા ચકચાર મચી ગઈ હતી. ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો ફોટો પણ વોટ્સએપ ગ્રુપના DPમાં મૂકેલો છે. જ્યારે ગ્રુપમાં ભાજપના જ મહિલા નેતા અને કાર્યકરો પણ એડ છે. તેવામાં કોઈ વ્યક્તિએ બિભત્સ સામગ્રી પોસ્ટ કરી દેતા તમામ લોકો ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગયા હતા.
ADVERTISEMENT
અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટના
નોંધનીય છે કે, આ અગાઉ પણ ઘણીવાર ભાજપના ગ્રુપમાં આ પ્રકારના અશ્લીલ સામગ્રી પોસ્ટ થવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ અગાઉ સુરજ જિલ્લા ભાજપની આઈ.ટી સેલના વોટ્સએપ ગ્રુપમાં પણ એક કાર્યકરે અશ્લીલ ફોટો મૂકતા ખળભળાટ મચી ગયો હતો. જોકે બાદમાં ગ્રુપના એડમિન દ્વારા આ પ્રકારનું કન્ટેન્ટ મૂકનારા વ્યક્તિને તાત્કાલિક રીમૂવ કરી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ પ્રકારના સાહિત્યથી ગ્રુપમાં રહેલા મહિલા કાર્યકરો પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા.
(વિથ ઈનપુટ: સાજિદ બેલિમ)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT