Parliament News : લોકસભા બાદ રાજ્યસભામાંથી 45 સાંસદ સસ્પેન્ડ, આજે જ કુલ 78 પર કાર્યવાહી; શિયાળુ સત્રમાંથી 92 સાંસદોને કરાયા બહાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

Parliament News : લોકસભા બાદ હવે રાજ્યસભામાંથી પણ 45 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ સાંસદોને લોકસભામાં સુરક્ષામાં ચૂકના મામલામાં હોબાળો કરવાને લઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા આજે 33 લોકસભા સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.ગયા અઠવાડિયે પણ કુલ 14 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ રીતે શિયાળુ સત્રમાં અત્યાર સુધીમાં 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા અને કેસી વેણુગોપાલ જેવા નેતાઓનો સમાવેશ થાય છે. સપા સાંસદ રામ ગોપાલ યાદવને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ લોકોને શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેઓ ગૃહની કોઈપણ કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં.

સસ્પેન્શનની કાર્યવાહીને લઈ કોંગ્રેસના સરકાર પર પ્રહાર

કોંગ્રેસે સસ્પેન્શનની કાર્યવાહીને લોકશાહીનો અવાજ દબાવનારી ગણાવી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ તાનાશાહી સરકારે તમામ લોકતાંત્રિક મૂલ્યોને કચરાપેટીમાં ફેંકી દીધા છે. આ સરકારે સંસદ પ્રત્યે કોઈ જવાબદારી દાખવી નથી. ઉલટું જવાબ માંગનારાઓ સામે જ કાર્યવાહી કરી રહી છે. રાજ્યસભાના નેતા પીયૂષ ગોયલે બંને ગૃહોમાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોના સાંસદોએ તેમના વર્તનથી લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભા અધ્યક્ષનું અપમાન કર્યું છે.

પ્રહલાદ જોશીએ સાંસદોને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આ પછી સ્પીકરે આ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. નોંધનીય છે કે શુક્રવારે 13 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

લોકસભા સસ્પેન્ડ કરાયેલા સાંસદોના નામ

-કલ્યાણ બેનર્જી
– એ. રાજા
-દયાનિધિ મારન
-કે જયકુમાર
-અબરૂપા પોદ્દાર
– પ્રસૂન બેનર્જી
-ઇ ટી મોહમ્મદ બશીર
-જી સેલ્વમ
-સી એન અન્ના દુરાઈ
-અધીર રંજન ચૌધરી
-ડૉ ટી સુમતિ
-કે નવસકાણી
-કે વીરાસ્વામી
-એન કે પ્રેમચંદ્રન
-સૌગત રોય
-શતાબ્દી રોય
-અસિત કુમાર મલ
-કૌશલેન્દ્ર કુમાર
-એન્ટો એન્ટોની
-એસ એસ પલનિમણિકમ
– અબ્દુલ ખલીફ
-તિરુવુકરશર
-વિજય વસંત
– પ્રતિમા મંડળ
-કાકોલી ઘોષ
-કે મુરલીધરન
-સુનીલ કુમાર મંડલ
-એસ રામલિંગમ
-કે સુરેશ
-અમર સિંહ
-રાજમોહન ઉન્નિથન
-ગૌરવ ગોગોઈ
-ટી આર બાલૂ

    follow whatsapp

    ADVERTISEMENT