પ્રેમિકાને મળવું કુખ્યાત ફરાર આરોપીને ભારે પડ્યું, પોલીસે ફરાર સૂકા ડુંડને દબોચી લીધો

ADVERTISEMENT

aaropi
aaropi
social share
google news

હિતેશ સુતરીયા, અરવલ્લી : ગઈ કાલે અરવલ્લી જિલ્લાની પોલીસ પર અનેક સવાલ ઊભા થયા હતા. અરવલ્લી જિલ્લામાં હત્યા, લૂંટ તેમજ દારૂની હેરાફેરી કરનાર સૂકો પોલિસ જાપ્તામાંથી ફરાર થઇ જતા પોલિસ બેડામાં ચકચાર મચી ગયો હતો. સમગ્ર અરવલ્લીમાં પ્રોહિબિશન અને અન્ય ગુનાને લઈને નામચીન સૂકા ડુંડ વિરૂદ્ધ પોલિસે GUJCTOC નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે વચગાળાના જામીન દરમિયાન પોલિસ જાપ્તા વચ્ચેથી સૂકો ડુંડ છુમંતર થઈ જતા ખળભળાટ મચ્યો છે. આ આરોપીને ઝડપવા પોલીસે જમીન આસમાન એક કરી દીધું હતું. બાતમીને આધારે પોલીસે ફરાર ખૂંખાર આરોપીને ઝડપી પડ્યો છે.

ભિલોડાના ડોડીસરાથી જડપાયો આરોપી 
આરોપી સૂકા ડુંડને કોર્ટમાંથી જામીન મળતા પોલિસ પહેરા વચ્ચે તે ઘરે આવ્યો હતો. જેમાં એક પીએસઆઈ અને સાત પોલિસ કર્મચારીઓ તેના ઘરની આજુબાજુમાં પહેરો કરી રહ્યાં હતાં. આ પહેરા વચ્ચે આરોપી ગઇકાલે ફરાર થયો હતો. જિલ્લા LCB, SOG સહિતની ટિમોએ આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. આ આરોપીને પકડવા ભિલોડા પીઆઇ એમ.જી વસાવા સહિત 20 પોલીસની ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમે કુખ્યાત આરોપીને ભિલોડાના ડોડીસરાથી ઝડપી પડ્યો છે.

પ્રેમિકાને મળવું ભારે પડ્યું 
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમી મળી હતી. બાતમીના આધારે સૂકા કુંડાને પકડી પાડવામાં આવ્યો છે.   આરોપી સૂકા ડુંડ તેની પ્રેમિકાને મળી ગામની બહાર જઈ રહ્યો હતો તે દરમિયાન પોલીસે દબોચી લીધો છે. હત્યા જેવા અન્ય ગંભીર ગુનાનો આરોપી સૂકો ડુંડ ઝડપતા પોલીસે રાહતનો શ્વાસ લીધો. આરોપીને ભિલોડા પોલીસ કસ્ટડીમાં ધકેલ્યો.,

ADVERTISEMENT

પીએસઆઈ સસ્પેન્ડ
પેરોલ પરથી સુકો ડુંડ ભાગી જવાના કેસમાં 1 PSI અને 3 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. પોલીસે આરોપીને પકડવા માટે જિલ્લાની LCB, SOG, પેરોલ ફર્લોની ટીમ તેમજ જિલ્લાની 25 પોલીસની અલગ અલગ 3 ટીમો બનાવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT